1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે આ એક્ટ્રેસ
ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે આ એક્ટ્રેસ

ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે આ એક્ટ્રેસ

0
Social Share
  • ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે કૃતિ સેનન
  • કૃતિ સેનનએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
  • પ્રભાસ અને સૈફ સાથે કૃતિની આ પહેલી ફિલ્મ છે

મુંબઈ: ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા કોણ બનશે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીકવાર આ ભૂમિકા માટે દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું અને ક્યારેક અનુષ્કા શર્માના નામ પર ચર્ચાઓ થઈ. પરંતુ સત્ય એ છે કે, આ રોલમાં દીપિકા કે અનુષ્કા નહીં જોવા મળે. આ ભૂમિકા માટે કૃતિ સેનનનું નામ ફાઈનલ થઇ ગયું છે. કૃતિની સાથે આ ફિલ્મમાં સની સિંહ પણ સામેલ છે. કૃતિએ સોશિયલ મીડિયા પર ફેંસને આ સારા સમાચાર આપ્યા છે.

‘આદિપુરુષ’માં પ્રભાસની સીતાનું પાત્ર કૃતિ સેનન ભજવવાની છે, જ્યારે લક્ષ્મણના પાત્રમાં સની સિંહ નજરે પડશે. કૃતિએ સોશિયલ મીડિયા પર પ્રભાસ અને સની સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે લખ્યું છે કે, ‘એક નવી જર્નીની શરૂઆત…આદિપુરુષ. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ મેજિકલ દુનિયા સાથે જોડાઈ એકસાઇટેડ અને ગર્વ અનુભવી રહી છું.’

પ્રભાસ અને સૈફ સાથે કૃતિની આ પહેલી ફિલ્મ છે. સૈફ અલી ખાન ‘આદિપુરુષ’માં રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ ફેબ્રુઆરીમાં શરૂ થયું છે. ગયા વર્ષના બ્લોકબસ્ટર તાનાજી : ધ અનસંગ વોરિયર પછી ઓમ રાઉત ‘આદિપુરુષ’નું દિગ્દર્શન કરી રહ્યા છે.

-દેવાંશી

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code