1. Home
  2. ગુજરાતી
  3. બૉરિસ જૉનસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો, બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાના પગલાને ગણાવ્યું ગેરકાયદેસર
બૉરિસ જૉનસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો, બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાના પગલાને ગણાવ્યું ગેરકાયદેસર

બૉરિસ જૉનસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો, બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાના પગલાને ગણાવ્યું ગેરકાયદેસર

0
Social Share
  • બ્રિટિશ પીએમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો
  • બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાનો નિર્ણય ખોટો
  • બોરિસ જોનસન હાલ અમેરિકાની મુલાકાતે

નવી દિલ્હી : બ્રિટનની સુપ્રમ કોર્ટે મંગળવારે બ્રિટશ પીએમ બોરિસ જોનસનને મોટો આંચકો આપ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે બ્રેક્ઝિટ પહેલા પીએમ બોરિસ જોનસનના સંસદને સસ્પેન્ડ કરવાના પગલાને નિરર્થક અને કોઈપણ પ્રકારના પ્રભાવ વગરનો ગણાવ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બ્રેંડા હાલેએ પોતાના ચુકાદામાં કહ્યું છે કે કોર્ટ આ નિર્ણય લેવા પર બાધ્ય છે. બ્રિટિશ વડાપ્રધાનના સંસદને સ્થગિત કરવાનું સૂચન આપવાનો નિર્ણય સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

મહત્વપૂર્ણ છે કે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને બ્રિટનના મહારાણીને પાંચ સપ્તાહ માટે સંસદને સસ્પેન્ડ કરવાનું સૂચન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આ નિર્ણયથી મહારાણીના ભાષણ દ્વારા તેમની નીતિઓ સામે રાખી શકાશે, પરંતુ બ્રિટિશ સુપ્રીમ કોર્ટે જોનસનને સલાહ આપી છે કે આ પ્રકારે તેમણે સંસદને પોતાના ફરજ પાલનથી રોકી, જે એક ખોટું પગલું હતું.

હાલ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને આના સંદર્ભે હાલ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલના સમયે જોનસન ન્યૂયોર્કની યુએન જનરલ એસેમ્બલીમાં છે. જોનસનને એ પણ હક્યુ નથી કે જો તેઓ કાયદો તોડવાના દોષિત ઠરશે તો તેના સંદર્ભે રાજીનામું આપશે કે નહીં. અને શું તેઓ ફરીથી સંસસદને રદ્દ કરવાનો માર્ગ શોધશે? આ નિર્ણય ગત સપ્તાહે 11 ન્યાયાધીશોની સામે ત્રણ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ આપવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code