1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CSMIA ભારતનું એકમાત્ર ટ્રાવેલ + લેઝર રીડર્સનું મનપસંદ એરપોર્ટ
CSMIA ભારતનું એકમાત્ર ટ્રાવેલ + લેઝર રીડર્સનું મનપસંદ એરપોર્ટ

CSMIA ભારતનું એકમાત્ર ટ્રાવેલ + લેઝર રીડર્સનું મનપસંદ એરપોર્ટ

0
Social Share

મુંબઈ, 12 જુલાઈ 2023: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (CSMIA) 2023ના ટ્રાવેલ અને વાચકોના મનપસંદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રખ્યાત યાદીમાં ચોથું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. CSMIA એ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ માન્યતા વિશ્વ-કક્ષાના આતિથ્યની સાથે મુસાફરોને સતત અસાધારણ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની CSMIAની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. CSMIA એ પ્રવાસીઓ પર પ્રતિષ્ઠિત સૂચિમાં સ્થાન મેળવ્યું છે.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો ટ્રાન્ઝિટ હબથી આગળ વિકસિત થઈ ગંતવ્ય સ્થાનો તરીકે સેવા આપી રહ્યા છે. CSMIA મુસાફરો માટે આધુનિક હવાઈ મુસાફરીને પુનઃવ્યાખ્યાયિત કરતી ઑફર અને અનુભવો સાથે અગ્રેસર છે. શોપિંગ, ડાઇનિંગ અને મનોરંજનની સુવિધાઓની વિશાળ શ્રેણી સાથે તે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે. CSMIA વિશ્વભરના મુસાફરોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. CSMIA એવા પ્રવાસીઓને આવકારે છે કે જેઓ લાંબા પ્રવાસ ખેડવા ઈચ્છતા ન હોય એટલે કે તેમના માટે વિશ્રામ માટેની સુવિધા પૂરી પાડે છે.

સૂચિમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એક્સેસ, ચેક-ઇન અને સુરક્ષા, રેસ્ટોરાં અને બાર, શોપિંગ અને ડિઝાઇન જેવા માપદંડો પર વિશેષરૂપે રેટ કરવામાં આવ્યા હતા. આ દરેક લાક્ષણિકતાઓના આધારે કેટલાક આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રેટ કર્યા છે. અંતિમ સ્કોર્સના સરેરાશના આધારે એરપોર્ટનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું. આ સન્માન માટે CSMIA તેની ટીમ્સની મહેનત અને સમર્પણને બિરદાવે છે. જેમના કારણે મુસાફરોને એરપોર્ટ પર અવિસ્મરણીય અનુભવો મળી રહ્યા છે.

વિશ્વના શ્રેષ્ઠ પુરસ્કારોના સર્વેક્ષણ માટે દર વર્ષે T+L વાચકોને વિશ્વભરના પ્રવાસ અનુભવોને આધારે પ્રશ્નો કરવામાં આવે છે. જેમાં ટોચની હોટેલ્સ, રિસોર્ટ્સ, શહેરો, ટાપુઓ, ક્રૂઝ શિપ, સ્પા, એરલાઇન્સ વગેરે સામેલ કરવામાં આવે છે. 2023માં લગભગ 165,000 T+L વાચકોના સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં કોવીડ રોગચાળાના મતદાનના સ્તરો કરતાં લગભગ 25 ટકાનો વધારો નોંધાયો છે. કુલ 8,500 થી વધુ પ્રોપર્ટીઝ (હોટલો, શહેરો, ક્રુઝ લાઇન વગેરે) માટે કુલ 685,000 થી વધુ મત આપવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code