1. Home
  2. ગુજરાતી
  3. કેરળની ઈસ્લામિક સંસ્થામાં સંસ્કૃત બોલવાની સાથે  ગીતા-ઉપનિષદના પાઠનું થાય છે પઠન
કેરળની ઈસ્લામિક સંસ્થામાં સંસ્કૃત બોલવાની સાથે  ગીતા-ઉપનિષદના પાઠનું થાય છે પઠન

કેરળની ઈસ્લામિક સંસ્થામાં સંસ્કૃત બોલવાની સાથે  ગીતા-ઉપનિષદના પાઠનું થાય છે પઠન

0
Social Share
  • કેરળની ઈસ્લામિક સંસ્થા જ્યા ગીતાનું પઠન કરાય છે
  • બાળકો સંસ્કૃત ભાષામાં બોલે છે

કેરળમાં એક એવી ઈસ્લામિક સંસ્થા આવેલી છે જ્યાના બાળકોને ગીતા ઉપનિષદનું પઠન કરવાવવામાં આવે છે,તો આ સંસ્થાના બાળકો સંસ્કૃત ભાષા બોલવામાં પ મપાછળ રહે તેમ નથી, કડકડાત સંસ્કુત બોલે છે,આ ઈસ્લામિક સંસ્થા દેશમાં એકતાનું ઉદારણ પુરુ પાડે છે 

આ વાત છે મધ્ય કેરળના થ્રિસુર જિલ્લામાં સ્થિત એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝની જે અહીના બાળકોને સંસ્કૃત શીખવે છે. લાંબા સફેદ ઝભ્ભો પહેરેલા, અહીંના વિદ્યાર્થીઓ તેમના હિંદુ ગુરુઓની જાગ્રત નજર હેઠળ સંસ્કૃતમાં ‘શ્લોક’ અને ‘મંત્રો’નું  પણ પઠન કરતા જોવા મળે  છે.

જ્યારે ક્લાસમાં ગુરુ આવે ત્યારે સંસ્કૃતનો શ્રેલોક   ‘ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, દ્રારા તેમને આવકાર અપાઈ છે,આ દ્રષ્ય નરી આંખે જોતા જાણે માનવું અશક્ય બને છે આ બાળક જે શ્લોકનું પઠન કરે છે તે હીંદુ નથી એઠલા સ્પષ્ટ પણે તે બોલી જાય છે અને આસત્ય છે.

ગુરુના કહેવા પર, અન્ય વિદ્યાર્થી પણ સંસ્કૃતિમાં શ્લોકનું પાઠ કરે છે. એવું નથી કે સંસ્થામાં સંસ્કૃતમાં માત્ર શ્લોક અને મંત્રોનું જ પઠન કરવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ પણ સંસ્કૃતમાં થાય છે.

અહી હીંદુ શિક્ષક પણ ભણાવવા આવે છે તેઓ સંસ્કૃત ભણાવે છે,પ્રો. કેકે યનિન્દ્રન કહે છે કે જ્યારે તેમને ભણાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે અહીના આચાર્યએ તેમને પૂછ્યું હતું કે શું તેઓ એક હિંદુ હોવાને કારણે અહીં ભણાવવામાં કોઈ સમસ્યા છે, કારણ કે તે એક અરબી સંસ્થા છે. ત્યારે તેમણે કોઈજ વાંધો ઉઠાવ્યો નહી અને સંસ્કૃત ભણાવા માટે અહી આવી ગયા.

સંસ્થાના આચાર્ય ફૈઝીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ છે. તેમણે શંકરાચાર્યનો અભ્યાસ કર્યો હતો. તેથી તેમને લાગે છે કે વિદ્યાર્થીઓએ અન્ય ધર્મો અને તેમના રીતરિવાજો વિશે જાણવું જોઈએ.તેઓના મતે સંસ્કૃતની સાથે ઉપનિષદ, શાસ્ત્રો અને વેદોનો ઊંડો અભ્યાસ આઠ વર્ષના અભ્યાસમાં શક્ય નથી.તેમનો હેતુ સંસ્કૃત, ઉપનિષદ, પુરાણો વગેરે શીખવવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને અન્ય ધર્મો વિશે જ્ઞાન આપવાનો છે. અને જાગૃતિ ફેલાવાનો છે.તેમના મતે સંસ્કૃત ભણાવવા પાછળ વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાન આપવાનું છે. ફૈઝીએ જણાવ્યું હતું કે 10મું ધોરણ પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓને આઠ વર્ષના સમયગાળા માટે ભગવદ ગીતા, ઉપનિષદ, મહાભારત, રામાયણના પસંદગીના ભાગોમાં સંસ્કૃતિ શીખવવામાં આવે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code