1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી
મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી

મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી

0
Social Share
  • મહારાષ્ટ્રમાં 1 મહિનામાં 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી
  • હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 2.78 લાખ ઈ-ચલાન જારી કરાયા
  • લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવા બદ્દલ 1.14 લાખ ઈ-ચલાન જારી કરાયા છે

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં જ્યારથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે ત્યારથી ત્યાં ટ્રાફિકના નિયમો વધુ કડક થયા છે. આ વચ્ચે એક જ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય ટ્રાફિક પોલીસે 104 કરોડ રૂપિયાની કિંમતના ઇ-ચલાન જારી કર્યા છે. ટ્રાફિકના નિયમના ભંગમાં દંડમાં તો વધારો થયો છે પરંતુ વધારાની દંડની રકમને કારણે લોકો પર તેની બહુ ઓછી અસર જોવા મળી છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા કુલ 14 લાખ ઇ-ચલાન જારી કરાયા હતા. જેમાંની 2.15 લાખ ઇ-ચલાન 11 કરોડ રૂપિયાની ભરપાઇ થઇ ચૂકી છે. આ સંખ્યા કુલ ચલાનના 15 ટકા ઓછી છે. ગત 11 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી દરમિયાન હેલ્મેટ ન પહેરવું, સિંગ્લન જમ્પિંગ, ડેન્જરસ પાર્કિંગ વગેરે કારણોસર કુલ 14,27,515 ઇ-ચલાન જારી કરવામાં આવી. જેમાંની માંડ 15 ટકા અર્થાત્ 2,15,840 ચલાનની ભરપાઇ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 2.78 લાખ ઈ-ચલાન જારી કરાયા તો ઓવર સ્પીડિંગ માટે 1.67 લાખ ઈ-ચલાન ફાટયાં છે. સાથે જ અયોગ્ય જગ્યાએ ડેન્જર પાર્કિંગ માટે 1.46 લાખ ઈ-ચલાન, સિગ્નલ જમ્પિંગ માટે 1.24 લાખ ઈ-ચલાન, લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવા બદ્દલ 1.14 લાખ ઈ-ચલાન જારી કરાયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code