1. Home
  2. ગુજરાતી
  3. પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત
પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત

પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત

0
Social Share

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના પ્રવાસે આજે ભારત પધારી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. રશિયન રાષ્ટ્રપતિના સ્વાગત માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને રશિયાની મિત્રતા ઘણી જૂની છે, તેથી પુતિનના આ પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સંરક્ષણ ક્ષેત્રે રશિયા તરફથી ભારતને મળેલું સમર્થન SU-30MKI, MiG-29 અને S-400 જેવી સિસ્ટમ્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે થનારી ચર્ચા ઉપર દુનિયાભરની નજર મંડાયેલી છે.

ભારતે રશિયા પાસેથી માત્ર શસ્ત્રો જ ખરીદ્યા નથી, પરંતુ બંને દેશો કેટલાક પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ પણ કરી રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ ભારતની સ્વદેશી બ્રહ્મોસ મિસાઇલ છે. યુક્રેન સાથેના યુદ્ધની શરૂઆત પછી પુતિનનો આ પહેલો ભારત પ્રવાસ હોવાથી, તેને અનેક દૃષ્ટિકોણથી ખાસ માનવામાં આવે છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા શક્ય છે:

સંરક્ષણ સહયોગ: S-400 ની નવી ખેપની ડિલિવરી અંગે વાતચીત થઈ શકે છે. ભારત અને રશિયા વચ્ચે 2018 માં $5 બિલિયનનો S-400 ડીલ થયો હતો, જેમાંથી 5 યુનિટમાંથી 3 યુનિટ ભારતને મળી ચૂક્યા છે.

નવી ટેકનોલોજી: ભારત નવી ટેકનોલોજીથી સજ્જ S-500 સિસ્ટમ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે, જેના પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થવાની શક્યતા છે.

સ્વદેશી ઉત્પાદન: રશિયા પહેલાથી જ સુખોઈ-57 (Su-57) ફાઇટર જેટની 70% ટેકનોલોજી ભારતને આપવા તૈયાર છે. આના પર ચર્ચા કરીને જો વાત બને તો ભવિષ્યમાં ભારત દેશમાં જ Su-57નું નિર્માણ કરી શકશે.

આધુનિકીકરણ: SU-30 ના આધુનિકીકરણ પર પણ વાત થઈ શકે છે.

  • વેપાર અને ઊર્જા સંબંધો

રશિયા ભારત સાથેના તેના વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે, જેની એક મુખ્ય વજહ અમેરિકા પણ છે. રશિયા ભારત સાથેનો વેપાર $5 બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે.

કરન્સીમાં વેપાર: ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત અને રશિયા પોતાની કરન્સીમાં વેપાર કરવા અંગે પણ વિચારી રહ્યા છે.

નિકાસ વધારવા પર ફોકસ: ભારતીય વસ્તુઓની રશિયામાં નિકાસ વધારવા માટે ફૂડ, સી-ફૂડ, દવાઓ અને ડિજિટલ સેવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

અન્ય ક્ષેત્રો: સુરક્ષા, વેપાર, તેલ અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થવાની અપેક્ષા છે.

નવા કરાર: મોબિલિટી સમજૂતીની સાથે સાથે ઊર્જા, આબોહવા પરિવર્તન, આપત્તિ વ્યવસ્થાપન અને શિક્ષણ સાથે જોડાયેલા ક્ષેત્રો પર નવા કરાર અથવા જૂનાને અપડેટ કરવા પર પણ ચર્ચા થઈ શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code