1. Home
  2. ગુજરાતી
  3. વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે
વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે

વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે

0
Social Share

વૃદાંવનઃ- આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વૃદ્દાવનના બાંકેબિહારીની ગાથા જ કંઈક એલગ હોય છએ દરવર્ષે અહી હજારો ભક્તોની ભારે ભીડ જમા થતી હોય છએ અને ઉત્સવ સાથે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ વરપ્ષ દરમિયાન પર અહીં આવતીકાલ માટેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે.

જો કે આ વર્ષ મહત્વની વાત શ્રીકૃષ્ણાન પરિઘાન ગ્રહણ કરવાને લઈને સામે આવી છએ જાણકારી પ્રમાણે આ જન્માષ્ટમીએ વૃંદાવનના પ્રતિષ્ઠિત બાંકે બિહારી મંદિરમાં ભગવાન કૃષ્ણ ઉત્તર પ્રદેશના કેદીઓ દ્વારા બનાવેલા કપડાં પહેરશે.

 આ બાબતને લઈને યુપીના જેલ અને હોમગાર્ડ મંત્રીએ જણાવ્યું હતું કે બાંકે બિહારી જી માટે તૈયાર કરાયેલા કપડાંમાં લહેંગા, પિચવાઈ (બેકગ્રાઉન્ડમાં લટકતું કપડું), ઓઢણી અને બેધુના, કમરબંધ અને ચોટીલા (હેડ ગિયર)નો સમાવેશ થાય છે.જે જેલના કેદીઓ દ્રારા પોતાના હાથેથી તૈયાર કરવામાં આવ્યા છે.

આ વસ્તુઓ મથુરા જિલ્લા જેલના આઠ કેદીઓએ એક અઠવાડિયામાં બનાવી છે. કેદીઓ ખાસ રંગબેરંગી ભરતકામ સાથે વિવિધ ડિઝાઇનર કપડાંનો ઉપયોગ કરે છે.  ભગવાન કૃષ્ણ માટે આ કપડાં તૈયાર કરવા માટે કેદીઓને પૈસા પણ આપવામાં આવ્યા હતા

વઘુ જાણકારી અનુસાર મથુરાના કેદીઓ દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી માટે આ વેશભૂષા બનાવે છે, પરંતુ આ વર્ષે તેઓએ બાંકે બિહારી માટે કોસ્ચ્યુમ તૈયાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજરોજ બુધવારે જેલ અને હોમગાર્ડ મંત્રી બાંકે બિહારી મંદિરની મુલાકાત લેશે અને કેદીઓ દ્વારા તૈયાર કરાયેલ ડ્રેસ મંદિરના મુખ્ય પૂજારીને સોંપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code