1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાલીના વેડા (છાવણી) ના બ્લાસ્ટની ઘટનાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો
વડાલીના વેડા (છાવણી) ના બ્લાસ્ટની ઘટનાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો

વડાલીના વેડા (છાવણી) ના બ્લાસ્ટની ઘટનાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો

0
Social Share

ખેડબ્રહ્મા : ગુરુવારે વડાલી તાલુકાના વેડા (છાવણી) ખાતે જીતુભાઇ હિરાભાઇ વણઝારાનુ પાસઁલ દ્રારા બ્લાસ્ટ થતાં તેનુ તથા તેની નાની દિકરી ભુમીકાબેન જીતુભાઇ વણઝારા એમ બે વ્યક્તિઓના મોત થયા હતા. સમગ્ર ઘટનાએ જીલ્લામાં ચકચાર મચાવી નાખી હતી. પણ સમગ્ર ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીને શોધવા માટે ખેડબ્રહ્મા પોલીસ, વડાલી પોલીસ, એસઓજી સાબરકાંઠા, એલસીબી સાબરકાંઠા, એટીએસ તથા જીલ્લા પોલીસ વડા ની ટીમોએ બનાવના ટૂંક સમયમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા વિજય પટેલે સમગ્ર ઘટના વણઁવતાં જણાવેલ કે, એક રીક્ષાવાળો પાર્સલ ઘરે આપતાં જે પાર્સલમાં ઇલેક્ટ્રોનીક ડીવાઈસ હોય જે મરણ જનારે પોતાના રહેણાંક મકાનમમાં ઈલેક્ટીક પ્લગમાં ભરાવી સ્વીચ ચાલુ કરતાં ઘડાકો થતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મરણ ગયેલ છે. તેમજ તેકમની દિકરી ભુમીકાબેન જીતુભાઇ વણઝારા ઉ.વ.- ૧૨ નાની જે તે સમયે જોડે હોય જેથી તેને પણ શરીરે ગંભિર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

આ સમગ્ર ઘટના બાબતે વિજય પટેલે વધુમાં જણાવેલ કે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસી ટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરતાં રીક્ષા માં પાસઁલ ડીલીવરી કરતા ડ્રાઈવરની પુછપરછ હાથ ધરતાં પાસઁલ મોકલનાર ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડાના ગામનો જ્યંતિભાઈ બાલુસિંહ વણઝારાની તેના ઘરેથી ધરપકડ કરી ખેડબ્રહ્મા પોલીસ ને હવાલે કયોઁ હતો.

આ સમગ્ર ઘટનામાં માં પ્રેમ પ્રકરણ બહાર આવતાં આરોપી જ્યંતિભાઈ એ રેડીયો જેવા ડીવાઈઝ માં ઝીલેટીન સ્ટીક નો ઉપયોગ કરીને વડાલીથી રીક્ષા મોકલીને પાસઁલ ડીલીવરી કરાવ્યુ હતુ અને મૃતકે પાસઁલ ખોલતાં જ બ્લાસ્ટ થતાં બે ના મોત થયા હતાં આ રીતે સમગ્ર પ્રકરણને અંજામ આપ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code