 
                                    ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી, 35,000 કરોડનું મૂડી રોકાણ
ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી આપવામાં આવી છે ,આ એકમો અંતર્ગત 35000 કરોડનું મૂડી રોકાણ આવ્યુ છે. આ પોલીસીથી ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે.
ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લાના ટેક્સટાઇલ એકમોમાં વેટ/એસ.જી.એસ.ટી .સહાયની ચુકવણી અંતર્ગત પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રી જણાવ્યું કે રાજ્યભરમાં 10,000 કરોડથી વધુ રકમની સહાયની ચુકવણી કરવામાં આવી છે 31-12-2022 છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગુજરાત ટેક્સટાઇલ પોલીસી 2012 હેઠળ 1166 દાવા અરજીઓ આવી છે જે અંતર્ગત 816,06 કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં 542 અરજી માં 214,10 કરોડ સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ પોલીસી હેઠળ રાજકોટ જિલ્લામાં 130 એકમોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી 2330 કરોડનું મૂડી રોકાણ થયુ છે.
ઉદ્યોગ મંત્રીએ ગુજરાત ટેક્સટાઇલ પોલિસીમાં સહાય સમયગાળા અંતર્ગત જણાવ્યું હતું કે 05-09-2012 થી 04-09-2017 સુધી અમલી હતો જેને એક વર્ષ વધુ વધારવામાં આવ્યો છે .હાલ આ પોલીસીમાં મંજૂર થયેલા એકમોમાં દાવાઓની ચૂકવણી ચાલુ છે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી યોજનાના ઉદ્દેશ અંગે મંત્રીએ ઉમેર્યું હતું કે, કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોનો વિકાસ વધારવાનો, દેશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ ના અનિશ્ચિત ભાવ વધઘટ સામે ખેડૂતોને સક્ષમ બનાવવા, રાજ્યમાં મૂલ્ય સાંકળને મજબૂત બનાવવી, મૂલ્ય વર્ધન અને ટેકનોલોજી સંપાદન કરી સુરતમાં ઉત્પાદિત થતો માનવ નિર્મિત અને કૃત્રિમ રેસા કાપડને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો, સ્પિનિંગના અભાવે રાજ્યના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતું રૂ દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવતું પરંતુ રાજ્યના ટેક્સટાઇલ પોલિસી 2012 નો ઉદ્દેશ 25 લાખથી વધુ સ્પિંડલ સ્થાપવાનો હતો જેની સામે 46 લાખથી વધુ સ્પિંડલ સ્થાપિત કર્યા છે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અને 2019 વચ્ચેના તફાવત અંતર્ગત ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ એટલે કે 2012માં એમ .એસ .એમ .ઈ .એકમોને પાંચ વર્ષ માટે પાંચ ટકા લેખે વ્યાજ સહાય હતી જે હવે 6 ટકા, 2012 માં માત્ર વિવિંગ અને સ્પિનિંગ એકમો માટે પાંચ વર્ષ માટે એક રૂપિયો પ્રતિ યુનિટ ની સહાય હતી હવે એલ.ટી .પાવર કનેક્શનમાં ત્રણ પ્રતિ યુનિટ તેમજ એચ.ડી .પાવર કનેક્શનમાં રૂપિયા બે પ્રતિ યુનિટ સહાય,2012માં પર્યાવરણ સંરક્ષણ ના અનુપાલન માટે ચાલુ એકમોને 50 ટકા સુધી અને વધુમાં વધુ 50,000 ની મર્યાદાની સહાય હતી હવે 50 ટકાની મર્યાદામાં એક લાખની સહાય તેમજ સાધનોની કિંમતના 20 ટકાઅને મહત્તમ 30 લાખની સહાય તેમજ 2012માં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે 10 કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી જે હવે પંદર કરોડની સહાય ઉપરાંત કામદારોના છાત્રાલય બનાવવા માટે રૂપિયા 7.5 કરોડ સુધીની સહાય આપવામાં આવે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

