1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડૂત આંદોલન: 40 ખેડૂત સંગઠન દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી યોજશે
ખેડૂત આંદોલન: 40 ખેડૂત સંગઠન દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી યોજશે

ખેડૂત આંદોલન: 40 ખેડૂત સંગઠન દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી યોજશે

0
Social Share
  • ખેડૂત આંદોલનનો 43 મો દિવસ
  • આજે 40 ખેડૂત સંગઠનોનું ટ્રેક્ટર માર્ચ
  • 10 થી 5 વાગ્યા સુધી ખેડૂતો કરશે ટ્રેક્ટર કૂચ

દિલ્લી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલ ખેડુત આંદોલનનો આજે 43 મો દિવસ છે. આઠ તબક્કામાં સરકાર સાથે વાતચીત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. એવામાં ગુરુવારે લગભગ 40 ખેડૂત સંગઠનો દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રહ્યા છે.

જો કે, 26 જાન્યુઆરીએ એક મોટી કૂચ નીકળવાની છે. ગુરૂવારે સવારે 10 થી સાંજના 5 દરમિયાન ખેડુતો ટ્રેક્ટર કૂચ કરશે. તેઓએ તેમનો માર્ગ પણ નક્કી કર્યો છે,જેના કારણે ઘણા રૂટો પર ટ્રાફિક ડાયવર્ઝન થયું છે.

ખેડુતો કેએમપી હાઇવે અને પેરિફેરલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટરની યાત્રા નીકળશે. આ ટ્રેક્ટર માર્ચ સિંઘુ,ટીકરી,ગાઝીપુર અને શાહજહાંપુરથી નીકળશે. ખેડુતોનું કહેવું છે કે, 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી ટ્રેક્ટર માર્ચનો આ અભ્યાસ છે. ખેડુતોએ સરકારને ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ નહી સંતોષાય તો 26 જાન્યુઆરીએ ખેડુતો દિલ્હીમાં આવી રીતે જ ટ્રેક્ટર માર્ચ કરશે.

સોનીપત, ગાઝિયાબાદ, નોઈડા પ્રશાસને ટ્રેક્ટર માર્ચને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરી છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code