
વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ
- ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ
- ફિલ્મમાં વિદ્યા પત્રકારના રોલમાં
- સત્ય સાથે રહસ્ય પણ આવશે બહાર
મુંબઈ:વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં વિદ્યા પત્રકારનો રોલ કરી રહી છે અને શેફાલી શાહ એક માતાનો રોલ કરી રહી છે જે એક રહસ્ય છૂપાવી રહી છે.
ટ્રેલરની શરૂઆત થાય છે એક યુવતીથી કે જેનું એક્સીડેંટ થઇ જાય છે.આ પછી મીડિયામાં આ કેસની ચર્ચા ચાલી રહી છે.હવે આ કેસને લઈને હોબાળો મચી ગયો છે અને ઘણા રહસ્યો સામે આવ્યા છે. ટ્રેલરમાં જ વિદ્યા અને શેફાલીનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું હતું.ટ્રેલરમાં એક ટેગલાઇન છે, એક સત્ય જે દરેકનું રહસ્ય બની જાય.
કોવિડના કારણે મેકર્સે ફિલ્મ જલસાને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની લીડીંગ લેડી વિદ્યા બાલન આ નિર્ણયથી ખુશ નહોતી,પરંતુ તેની છેલ્લી બે રિલીઝ શકુંતલા દેવી અને શેરનીને OTT પર જે રીતે સફળતા મળી છે તે પછી તે પણ સંમત થઈ ગઈ છે.
સુરેશ ત્રિવેણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિદ્યા સાથે શેફાલી શાહ, માનવ કૌલ, ઈકબાલ ખાવ, શ્રીકાંત મોહન યાદવ, શફીન પટેલ પણ છે.