1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ટ્રેલર રિલીઝ – બીમાર મા ના ઈલાજ માટે સંઘર્ષ કરતી યુવતીની કહાનિ
અભિનેત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ટ્રેલર રિલીઝ – બીમાર મા ના ઈલાજ માટે સંઘર્ષ કરતી યુવતીની કહાનિ

અભિનેત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ટ્રેલર રિલીઝ – બીમાર મા ના ઈલાજ માટે સંઘર્ષ કરતી યુવતીની કહાનિ

0
Social Share
  • નવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ટ્રેલર રિલીઝ
  • મા ની બીમારીની સાવરાવર માટે બનેલી ડ્રગ ડિલરની સ્ટોરી

મુંબઈ– બોલિવૂડની જાણી અભિનેત્રી શ્રીદેવીની પુત્રી બોલિવૂડમાં પોતાનું નામ બનાવી રહી છે ,તેણે થોડી ઘણી બોલિવૂડની ફિલ્મો કરી છે  છત્તા પણ તેનું નામ રોશન થયું છે બોલિવૂડમાં હવે તે કોઈની ઓળખની મોહતાજ નથી ત્યારે હવે ફરી તે ફિલ્મ ગુડ લક જેરી લઈને આવી રહી છેઆજ રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરની શરૂઆત જ્હાન્વી એક ડ્રગ ડીલર પાસે કામ માટે જાય છે. જ્યારે જ્હાન્વીને કહેવામાં આવે છે કે તે એક મહિલા છે અને તે આ કામ કરી શકતી નથી, તો તે ફની જવાબ આપે છે. તે પછી બતાવવામાં આવે છે કે જેરીની માતાની તબિયત બગડે છે અને તેને કેન્સર થયું હોય છે. હવે જેરી તેની માતાની સારવાર માટે પૈસા કમાવવા માંગે છે અને તેના માટે તે બનતું બધું કરશે. તે હવે તેની માતાની સારવાર માટે ડ્રગ ડીલર બની જાય  અને સ્ટોરી અહીથી શરુ થાય છે હવે સ્ટોરીની કહાની આગળ શું હોય તે માટે તો ફિલ્મ જોવી રહી.

જ્હાનવી કપૂર સ્ટારર ફિલ્મનું નિર્દેશન  સિદ્ધાર્થ સેને કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ આનંદ એલ રાય, સુબાસ્કરન અને મહાવીર જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાણકારી પ્રમાણે  આ ફિલ્મ સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં જ્હાન્વી લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ પંજાબ અને ચંદીગઢમાં કરવામાં આવ્યું છે

 જો જ્હાનવીના પ્રોજકેટની વાત કરીએ તો તે હાલ ગુડ લક જેરી સિવાય ફિલ્મ બવાલ અને મિલી  જોવા મળશે. બવાલમાં જ્હાન્વી સાથે વરુણ ધવન લીડ રોલમાં છે, જેનું બંને હાલમાં શૂટિંગ કરી રહ્યા છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code