1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી નુશરત ભરુચા સ્ટાટર ફિલ્મ ‘અકેલી’નું ટ્રેલર રિલીઝ -વિદેશની ઘરતી ઈરાકના વોરમાં ફસાયેલી એક ભારતીય યુવતીની દર્દનાક કહાનિ
અભિનેત્રી નુશરત ભરુચા સ્ટાટર ફિલ્મ ‘અકેલી’નું ટ્રેલર રિલીઝ -વિદેશની ઘરતી ઈરાકના વોરમાં ફસાયેલી એક ભારતીય યુવતીની દર્દનાક કહાનિ

અભિનેત્રી નુશરત ભરુચા સ્ટાટર ફિલ્મ ‘અકેલી’નું ટ્રેલર રિલીઝ -વિદેશની ઘરતી ઈરાકના વોરમાં ફસાયેલી એક ભારતીય યુવતીની દર્દનાક કહાનિ

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં અનેક ફિલ્મો પાઈપલાઈનમાં જોવા મળી રહી છે કેટલીક ફિલ્મો થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે તો કેટલીક ફિલ્મોનું નિર્માણ ચાલી રહ્યું છે તેમાંથી એક ફિલ્મ છે ‘અકેલી’, અકેલી નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે કોR એકલી યુવતીની કહાની હોય શકે, જી હા અભિનેત્રી નુશરત ભરુચા સ્ટારર ફિલ્મ અકેલીનું આજરોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે,જેમાં એક્શન પણ જોવા મળે છે તો એક વિદેશમાં ફસાયેલી યુવતીની દર્નાક કહાનિ પણ છે.સમગ્ર ફિલ્મ પંજાબથી નોકરી માટે ઈરાક ગયેલી અને ત્યાના યુદ્ધમાં ફસાયેલી યુવતીની કહાનિ છે.

આ ફિલ્મમાં નુસરત મેઈન રોલ પ્લે કરી રહી છે જે પંજાબી યુવતી છે જોબ માટે ઈકારના ેક શહેરમાં જાય છે અને ત્યા વોર ઉપડી જાય છે તેમાં તે ફસાય છે, ત્યાના આતંકીઓ દ્રારા નુશરત પર અત્યાચાર રેપ જેવા કૃ્તય આચરવામાં આવે છે જંગની વચ્ચે તે એકલી ઝઝુમતી દર્શાવવામાં આવી રહી છે, થોડેક અંશે ફિલ્મમાં ઘ કાશ્મીર ફાઈલ્સ જેવા દર્શ્યો જોવા મળે છે જે સૌ કોઈના રુંવાટા ઊભા કરી દે છે.

આ ફિલ્મમાં નુરસતની સાથે ઇજરાઇલી એકટર ત્સાહી હલેવી અને આમીર બોટ્રોસ લીડ રોલ પ્લે તે નજર આવશે.ઈઝરાયેલના કલાકારો ત્શાહી હેલ્વી અને આમિર બોટ્રોસ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. અગાઉ ત્સાહી હેલ્વી અને આમિર બોટ્રોસ વેબ સિરીઝ ફૌદામાં જોવા મળી ચૂક્યા છે. ક્વીન અને કમાન્ડો 3 જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા મેશરામ વેદ્યાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. 

ટ્રેલર દેખીને સૌ કોઈ ની આંખો ભરાય જાય તો નવાઈ નહી હોય, શાનદાર એક્ટિંગ જોવા મળી છે તો એક્શન પણ ફઇલ્મમાં ભરપુર જોવા મળે છે. વોર બાદ એક સમય એવો આવે છે કે આતંકીઓ અભિનેત્રીને પોતાની બેગમ બનીને ઈરાકમાં જ રહેવા જણાવે છે ત્યારે અભિનેત્રી પોતાના દેશ વતન આવવાની જીદ પકડે છે,આ સમગ્લર કહાનિમાં રફીક નામનો ઈકારી યુવક નુશરતને ઘણી મદદ કરતો જોવા મળે છે.

ફિલ્મમાં નુસરત  દ્રારા એક યુવતીની વાર્તા વર્ણાવામાં આવી છે  જે ઈરાકત ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં ફસાઈ જાય છે. પછી તે ત્યાં પોતાનો જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસ કરે છે. જેના માટે તેને ઘણી પીડામાંથી પસાર થવું પડે છે. 
જોફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો આ ફિલ્મ કે  જે 18મી ઓગસ્ટે સિનેમાઘરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, આ ફિલ્મનું નિર્માણ નીતિન વૈદ્ય, નિનાદ વૈદ્ય અને અપર્ણા પાડગાંવકર દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને ફિલ્મને સારો પ્રતિસાદ મળે તેવી આશઆઓ સેવાઈ રહી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code