
ગુજરાતમાં 12 સનદી અધિકારીઓની બદલી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના પડઘમ વચ્ચે સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. દરમિયાન 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન 4 ના મુકેશ પટેલ, ઉષા રાડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.I
“સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણની બદલી કરી કરાઇ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના ઝોન 4 ડીસીપી મુકેશ પટેલની બદલી કરી સીઆઇડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ કાનન દેસાઈની બદલી કરાઈ છે. એન.એન. ચૌધરીની અમદાવાદના ટ્રાફિક જેસીપી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારી રાજન સુસરા, ઉષા રાડા, હર્ષદ પટેલ, પીનાકીન પરમાર, બલદેવસિંહ વાઘેલા, હેતલ પટેલ, કોમલ વ્યાસ, કાનન દેસાઈ અને ભારતી ઠાકરની બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીની ગણતરીના દિવસોમાં ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. જેથી સરકારના વિવિધ વિભાગમાં હજુ બદલીઓ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ હતી. એમાં 9 DySP જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે.