1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને ₹660 ચૂકવવા પડશે,એલન મસ્કની જાહેરાત
ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને ₹660 ચૂકવવા પડશે,એલન મસ્કની જાહેરાત

ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને ₹660 ચૂકવવા પડશે,એલન મસ્કની જાહેરાત

0
Social Share

દિલ્હી:ટેસ્લાના માલિક અને અબજોપતિ એલન મસ્ક ટ્વિટરને ખરીદ્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.આ દરમિયાન, તેણે મંગળવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે ફી નક્કી કરી છે.

મસ્કે એક પછી એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. વાસ્તવમાં, ટ્વિટરના નવા માલિક, મસ્કએ તેમના ટ્વિટમાં કહ્યું કે યુઝર્સને બ્લુ ટિક માટે 8 ડોલર ફી તરીકે ચૂકવવા પડશે.જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દરેક દેશમાં ફી અલગ-અલગ હશે

ભારતમાં ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી હશે તે અત્યારે સ્પષ્ટ નથી.સામાન્ય રીતે યુ.એસ.માં અન્ય સબ્સ્ક્રિપ્શન સેવાઓ મોંઘી હોય છે,પરંતુ ભારતમાં તેની કિંમત ઓછી હોય છે. ઉદાહરણ તરીકે, નેટફ્લિક્સની સબ્સ્ક્રિપ્શન સેવા સૌથી સસ્તી છે રસપ્રદ વાત એ છે કે ટ્વિટરના માલિક એલન મસ્કે પોતે ટ્વિટ કરીને ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની કિંમત જાહેર કરી છે.આ સાથે તેણે એ પણ જણાવ્યું છે કે,બ્લુ સબસ્ક્રિપ્શન હેઠળ લોકોને શું લાભ મળશે.

આ સુવિધાઓ Twitter બ્લુ સબ્સ્ક્રિપ્શન હેઠળ ઉપલબ્ધ થશે:

જવાબ, ઉલ્લેખ અને શોધમાં પ્રાથમિકતા આપવામાં આવશે. એલન મસ્કના જણાવ્યા અનુસાર, આ ફીચરને કારણે સ્પામ અને સ્કેમ પર અંકુશ આવશે

ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન હેઠળ યુઝર્સ હવે લાંબા વીડિયો અને ઑડિયો પોસ્ટ કરી શકશે.ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સને સામાન્ય યુઝર્સની સરખામણીમાં અડધી જાહેરાતો જોવા મળશે.

મસ્કએ એમ પણ કહ્યું છે કે જો પ્રકાશકો ટ્વિટર સાથે કરાર કરે તો ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ મફતમાં પેઇડ લેખો પણ વાંચી શકે છે.

એલન મસ્કના જણાવ્યા અનુસાર ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનને કારણે ટ્વિટરની આવક વધશે અને કન્ટેન્ટ ક્રિએટર્સને પણ રિવોર્ડ મળશે.

ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન પછી પણ મસ્ક અટકશે નહીં.કારણ કે તેણે ટ્વિટર ખરીદવામાં ઘણા પૈસા લગાવ્યા છે.આવી સ્થિતિમાં તે ટ્વિટરથી કમાણી કરવા માંગશે.ટ્વિટર લાંબા સમયથી વધુ નફામાં ન હોવાથી હવે તે નવા નિર્ણય લઈને પૈસા કમાવવાનો પ્રયાસ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code