
ટ્વિટરના 1 અરબ યુઝર્સ હશે,વિવાદો પછી પણ કાયમ રહેશે જલવો:એલન મસ્ક
દિલ્હી:માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક આગામી થોડા દિવસોમાં બ્લુ ટિક વેરિફિકેશન માટે પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ટ્વિટર યુઝર્સ ખૂબ જ નિરાશ છે.આ કારણે, ઘણા યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ શિફ્ટ થઈ રહ્યા છે.એક તરફ યુઝર્સ ટ્વિટર છોડીને બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે તો બીજી તરફ એલન મસ્કનું કહેવું છે કે, આગામી 12 થી 18 મહિનામાં ટ્વિટરના માસિક યુઝરનો આંકડો 1 અબજને પાર કરી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરે જાહેરાતકર્તાઓને કહ્યું હતું કે,એલન મસ્કના અધિગ્રહણ બાદ, દૈનિક યુઝર ગ્રોથ ઓલ ટાઈમ હાઈ એટલે કે દૈનિક યુઝર્સના આંકડાઓ પર વધી રહ્યો છે.કંપનીમાં ચાલી રહેલી ગરબડ વચ્ચે ઘણા એડવર્ટાઇઝર્સે કંપનીમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.
પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર,એલન મસ્ક દ્વારા ટ્વિટરની બાગડોર સંભાળ્યા પછી ટ્વિટર monetisable ડેઇલી યુઝર (mDAU) વૃદ્ધિમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.અહેવાલ મુજબ, ટ્વિટરે ક્વાર્ટર બિલિયનના આંકને પાર કરતા 15 મિલિયનથી વધુ mDAU ઉમેર્યા છે.
તે થોડા સમય પહેલા જાહેર થયું હતું કે,Twitter એ બીજા ક્વાર્ટરમાં 237.8 મિલિયન mDAUs અને વાર્ષિક 16.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.થોડા સમય પહેલા અમેરિકન લેખક Stephen King એ ટ્વિટરના નવા માલિક એલન મસ્કની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ‘a terrible fit for Twitter’.