
રાજ્યના 84 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ, રાજકોટમાં ભારે પવનથી સોલાર પેનલો ઊડી
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. અષાઢી બીજ પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. જોકે હજુ ઘણાબધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી. કેટલાક વિસ્તારોમાં તો ખેડુતોએ આગોતરી વાવણી કરી દીધી છે. અને ત્યારબાદ વરસાદના ઝાપટાં પડતા ખેડુતોને રાહત થઈ છે. રવિવારે પણ રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ બેથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે. જેમાં રાજકોટમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું ભારે પવનને કારણે કેટલાક ઘર પર લગાવેલી સોલારની પેનલો પણ ઊડી ગઈ હતી.તેમજ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે રવિવારે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. તેમજ શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ પહોચી નથી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરના ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. રાજકોટમાં મીની વાવાઝોડા જેવા માહોલના પગલે અનેક સ્થળોએ વૃક્ષો તથા વીજ પોલ ધરાશાયી થયા હતા. જેમાં 3 કાર, 1 રીક્ષા તથા 3 ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.
રાજકોટ સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મજબ રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂરેપૂરો ભરાઈ ગયો હોવાથી રાત્રે 8.15 વાગ્યે ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રસ્તા પર બે-બે ફૂટ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગોકુલનગર અને સાધુવાસવાણી રોડ પર પણ એકથી બે ફૂટ પાણી ભરાતા ટુ-વ્હિલરો બંધ પડતા લોકો પરેશાન થયા હતા. લોકોએ બાઇક દોરીને લઇ જવાનો વારો આવ્યો હતો. તેમજ અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા લોકો વરસાદમાં ન્હાવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. ભારે પવનના કારણે શહેરના ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ હતી. આ ઉપરાંત શ્રોફ રોડ પર એક વૃક્ષ દીવાલ પર ધરાશાયી થયું હતું. તેમજ ગેલેક્સી ટોકીઝ પાસે વૃક્ષ ધરાશાયી થઇ એક કાર પડ્યું હતું. જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે ફાયરબ્રિગેડ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો રસ્તાઓ પર હટાવવાની કામગીરી હાથ ધરી