
ભાવનગરઃ જિલ્લાના સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી GIDCમાં આવેલી એક ફેકટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકોના થયાં હતા. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને તુરંત ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેનાં મોત થયાં હતાં. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. મૃતકોમાં લાલ બહાદુર તિવારી અને હરેન્દ્ર વિકી મનજી (બન્ને મૂળ બિહાર)નો સમાવેશ થાય છે. જ્યારે પ્રહલાદ પ્રસાદ નામના એક શ્રમિકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘાંઘળી ગામ પાસે GIDCમાં વેગા એવાયન્સ નામની ફેકટરી આવેલી છે. રાત્રે ફેકટરીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે બોયરલ ધડાકા સાથે ફાટતાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અને દાઝી ગયેલા શ્રમિકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક શ્રમિકની હાલક ગંભીર છે. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સિહોર અને ઘાંઘળી વિસ્તારમાં લોખંડના સળિયા બનાવવાની રો-મિલો આવેલી છે. અને અવાર નવાર બોઇલર ફાટવાની ઘટના બનતી હોય છે, જેમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાય છે. હજી ત્રણેક મહિના અગાઉ જ સિહોરની GIDCની ફેક્ટરીમાં લોખંડને ઓગાળતી વખતે સળગતો લાવા અચાનક બહાર ઊડ્યો હતો. જે દુર્ઘટનામાં બે શ્રમિકોનાં મોત થયાં હતાં. જ્યારે ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)