1. Home
  2. revoinews
  3. ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે
ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે

0
Social Share

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી, 2026 – Uday Kotak GIFT City Chairman ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) કંપની લિમિટેડના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ પૂર્વ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (નિવૃત્ત IAS) નું સ્થાન લેશે.

ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026 ના રોજ જારી કરવામાં આવેલા એક પરિપત્ર દ્વારા આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ઉદય કોટકની આ નિયુક્તિ તાત્કાલિક અસરથી અમલમાં આવશે તેમ તેમાં જણાવવામાં આવ્યું છે.

સરકારી પરિપત્ર અનુસાર, ભારત સરકારના પૂર્વ નાણા સચિવ અને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક 19 જૂન 2023ના રોજ ગિફ્ટ સિટી કંપની લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કરવામાં આવી હતી. તેમના સ્થાને હવે તેમના સ્થાને ઉદય કોટકની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિમણૂકની શરતો અને નિયમો પછીના તબક્કે અલગથી નક્કી કરવામાં આવશે. હાલમાં માત્ર નિમણૂકની જ જાણ કરવામાં આવી છે.

Uday Kotak GIFT City Chairman
Uday Kotak GIFT City Chairman

આ નિમણૂકને ગિફ્ટ સિટી માટે એક મહત્ત્વપૂર્ણ વહીવટી ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. ગિફ્ટ સિટી ભારતની પ્રીમિયર ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ફિનટેક હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ચેરમેનપદે આ ફેરફાર આગામી સમયમાં પ્રોજેક્ટની વ્યૂહાત્મક દિશા અને શાસન નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ ‘ગંગા સ્વરૂપા યોજના’ની લાભાર્થી મહિલાઓને સહાય રકમ પોસ્ટ ઓફિસ બેંક ખાતામાં મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code