રશિયાના સુખોઇ બોમ્બર સહિત 4 ફાઈટર જેટને યુક્રેને તોડી પાડ્યા
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી અનેક જવાનો શહીદ થયાં છે. દરમિયાન રશિયાના સુખોઈ બોમ્બર સહિત ચાર ફાઈટર જેલને યુક્રેનના જવાનોએ તોડી પાડ્યાં હોવાનું જાણવા મળે છે.
રિશિયાન મીડિયાના એક અહેવાલ મુજબ રશિયાએ બ્રાંસ્ક ક્ષેત્રમાં યુક્રેન સરહદ નજીક રશિયાના ચાર વિમાન તોડી પાડ્યા છે. બ્રાંસ્ક ક્ષેત્રમાં રશિયાનું એક સુખોઈ એસયુ-34 ફાઇટર બોમ્બર, એક એસયુ-35 ફાઈટર અને બે એમઆઈ-8 હેલિકોપ્ટર યુક્રેન સરહદ નજીક હવામાં જ ફૂંકી મરાયા હતા.
આ ચારેય યુદ્ધ વિમાનો યૂક્રેનના ચેર્નિહાઈવ ક્ષેત્રમાં લક્ષ્ય પર મિસાઇલ અને બોમ્બથી હુમલા કરવાના હતા. આ વ્યૂહરચના અંતર્ગત હેલિકોપ્ટર સુખોઈ યુદ્દ વિમાનના ક્રૂ મેમ્બર્સને લેવા ગયા હતા ત્યારે દ કેમને તોડી પાડવામાં આવ્યા. કેટલાક સૈન્ય બ્લોગર્સ દ્વારા પણ આ દાવો કરાયો છે. જોકે રશિયાના સંરક્ષણ મંત્રાલય કે યૂક્રેન તરફથી હુજૂ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી.
યૂક્રેન સામાન્ય રીતે રશિયન ક્ષેત્રમાં હુમલાના અહેવાલો અંગે ટિપ્પણી કરવાનું ટાળતું આવ્યું છે. બીજી તરફ યૂક્રેન સમર્થક સોશિયલ મીડિયામાં રશિયાના ચાર યુદ્ધ વિમાન તોડી પડાયાના સમાચાર છવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક જવાનોને ઠાર મરાયાંના બંને સેના દ્વારા દાવા કરવાં આવી રહ્યાં છે. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ યુક્રેન સામેના યુદ્ધ મામલે રશિયાનો વિરોધ કરીને તેની ઉપર અનેક પ્રતિબંધ લાધ્યાં છે.