
ઊંઝાના ઉંમિયા ધામમાં પરંપરાગતરીતે દશેરાના પર્વે મુખ્ય શિખર સહિત ધજાઓ બદલવામાં આવી
ઊંઝાઃ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયાધામ ઊંઝામાં નવરાત્રિનો તહેવાર રંગેચગે ઊજવાયો હતો. અને દશેરાના દિને માતાજીની મુખ્ય ધજા બદલવામાં આવી હતી. વર્ષમાં માત્ર બે જ વખત માતાજીની ધજા બદલવાની પરંપરા છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલુ કડવા પાટિદારની કૂળદેવી ઉમિયાધામમાં દશેરાના દિવસે અને બીજી વસંત પંચમીને દિવસે એમ વર્ષ દરમિયાન બા વાર ધજા બદલવામાં આવે છે. એવામાં દશેરાના દિને વહેલી સવારે શાસ્ત્રોકવિધી સાથે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને ધજા બદલવામાં આવી હતી. આ તકે 11 બંદુકોના ધડાકા સાથે તેમજ ઝાલર અને શંખના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં નવરાત્રી દરમિયાન પણ ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. કડવા પાટિદારોના મા ઉમિયા કૂળદેવી હોવાથી મોટી સંખ્યામાં વાર-તહેવારોમાં દર્શનાર્થીઓ મા ના દર્શન માટે આવતા હોય છે. ઉમિયા માતાજીના મંદિરના શિખર પર વર્ષમાં બેવાર ધજા બદલવામાં આવે છે. અને વર્ષોથી ચાલી આવતી પરંપરા દશેરાએ પણ ઊંઝામાં જળવાઇ હતી. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય બન્યું હતું. દર્શનાર્થીઓ ઉમિયા માતાજીના દર્શન કરીને ધન્ય બન્યા હતા.