1. Home
  2. Agency
  3. News
  4. કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો
કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો

કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો

0
Social Share

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા વિવિધ નવી યોજનાઓ તેમજ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.

આગામી નાણાકીય વર્ષ માટે ભારત સરકારે ફાર્મા ક્ષેત્ર, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ સહિતના ક્ષેત્રો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે.

નાણામંત્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો આ પ્રમાણે છેઃ

બજેટ 2026-27

મુખ્ય દરખાસ્તોઃ

ખનિજ કોરિડોર બનાવવામાં આવશે.

ચાર રાજ્યોમાં ખનિજ કોરિડોર બનશે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી

22 નવા જળમાર્ગ (વોટર વેઝ) બનાવવામાં આવશે.

બાયોફાર્મા માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી.

3 નવા કેમિકલ પાર્ક બનાવવામાં આવશે.

સેમીકંડક્ટર માટે રૂ. 40 હજાર કરોડની ફાળવણી.

મોટા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરવામાં આવશે.

નાના શહેરો માટે 200 કરોડના અમૃત બોન્ડ રજૂ થશે.

રેલવેઃ

કુલ સાત નવા ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે.

પૂણે-હૈદરાબાદ-ચેન્નઈ હાઈસ્પીડ કોરિડોર

દિલ્હી-વારાણસી હાઈસ્પીડ કોરિડોર

વારાણસી – સિલિગુડી હાઈસ્પીડ કોરિડોર

આ પણ વાંચોઃ કેન્દ્રીય બજેટ 2026-27ને કેબિનેટે આપી બહાલીઃ થોડી વારમાં નાણામંત્રી લોકસભામાં રજૂ કરશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code