
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય જાન્યુઆરીથી શરુ થશે ,હવે ખરાબ સમયનો અંત આવ્યો
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
- ખરાબ સમયનો આવ્યો અંત
- જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય થશે શરુ
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હતો ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડાની સાથે સાથે વેક્સિન આપવાની બાબતે કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે, કોરોનાની વેક્સિન બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જણઆવ્યું કે,દેશમાં કોરોનાનો અંત ખુબ જ જલ્દી આવશે, કોરોનાનો ખરાબ સમય હવે પૂર્ણ થવાને આરે છે, તેમણે વેક્સિન અંગે સારા સમાચાર આપતા કહ્યું કે, આવનારા જાન્યુઆરી મહિનાથી વેક્સિન આપવાનું કાર્ય શરુ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું જાન્યુઆરીથી વેક્સિન આપવાનું કાર્ય શરુ થશે
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં આ સમગ્ર બાબતે માહિતી આપી છે, તેમણે કહ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સીન પર ખુબ જ વેગથી કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું છે, આપણો દેશ વેક્સીનના નિર્માણ તેમજ સંશોધન કરવામાં હંમેશા મોખરે રહ્યો છે, વેક્સિન બાબતે આપણ કોઈ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી જેથી નિષ્ણાંતો દ્રાર વેક્સિન પર ખુબજ ઊંડાણપૂર્વક રિસર્ચ કરવામાં આવી રહ્યું છે
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં થોડાક સમય પહેલાની જો વાત કરીએ તો કોરોનાના કેસનો આંકડો 10 લાખ જેટલો હતો ત્યારે હવે આ આકંડો ઘટીને 3 લાખ આસપાસ પહોચ્યો છે, અત્યાર સુધી આવેલા 1 કરોડ જેટલા કેસમાં 95 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.
આ સાથે જ આપણા દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો દર ખુબ જ સારો રહ્યો છે, છેલ્લા 10 મહિનાથી દેશ કોરોના મહામારી સામે લડત આપી રહ્યો છે અને હવે આટલા સમય બાદ તેમાં આપણાને સફળતા મળતી જોવા મળી રહી છે, ઘીરે ઘીરે કેસની સંખ્યા ઓછી થતી જોવા મળી રહી છે. કોરોનાની આ લડતમાં આજે ભારતની સ્થિતિ વિશ્વ કરતા ખુબજ સકારાત્મ છે.
પ્રથમ તબક્કામાં આ રીતે આપવામાં આવશે વેક્સિન
આ અંગે ડોક્ટર હર્ષ વર્ધન એ કહ્યું કે, 260 જિલ્લાનાં 20 હજારથી વધુ વર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી પણ રહી છે. આ સાથે જ પ્રથમ તબક્કામાં કપલ 30 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવાની યોજના છે. (પોલીસ, સફાઇ કર્મચારીઓ, લશ્કરના જવાનો વગેરે) અને ત્યારબાદ પચાસ વર્ષથી વધુ વય ધરાવતા 26 કરોડ લોકોને રસી આપવાની યોજના છે. દરેકને ફોન દ્વારા જાણ કરવામાં આવશે કે કોરોનાની રસી લેવા માટે અમુક કેન્દ્ર પર આ સમયે પહોંચી જાઓ. એક કરોડ એવા લોકો હશે જેમની ઉંમર ભલે પચાસથી ઓછી હોય પરંતુ ગંભીર બીમારી ભોગવી રહ્યાં હોય.
સાહિન-