1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા

0
Social Share
  • કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત લથડી
  • સારવાર માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા

દિલ્હીઃ- કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા જી. કિશન રેડ્ડીને લઈને એક સનમાચાર સામે આવી રહ્યા છે ,જાણકારી પ્રમાણે વિતેલા દિવસે તેમની તબિયત ખરાબ થતા તેઓવે  રવિવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની  ફરિયાદ બાદ રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ   હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદજણાવવામાં આવ્યું હતું કે દેશના કેન્દ્રીય મંત્રીને કાર્ડિયો ન્યુરો સેન્ટરના કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાની જો વાત કરીએ તો એક દિવસ અગાઉ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ભારતની ધરોહર, ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. રેડ્ડી અહીં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ખાતે રેડિયો કાર્યક્રમના 100મા એપિસોડને ચિહ્નિત કરવા માટે પ્રદર્શન ‘જનશક્તિઃ અ કલેક્ટિવ પાવર’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે મનકી બાત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code