1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદમાં ત્રણ કલાકમાં બે ઈચ વરસાદ, રોડ પર પાણી ભરાયા
ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદમાં ત્રણ કલાકમાં બે ઈચ વરસાદ, રોડ પર પાણી ભરાયા

ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદમાં ત્રણ કલાકમાં બે ઈચ વરસાદ, રોડ પર પાણી ભરાયા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે  3 કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના વાસણા, પાલડી વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત શહેરના સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબારનગર અંડરબ્રિજ બંધ કરાયો છે.

અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળછાંયુ વાતાવરણ અને ઉકળાટ બાદ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો, ત્રણ કલાકમાં બે ઈંચ વરસાદ પડતા શહેરના ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  શહેરના ગોતા બ્રિજની નીચે તેમજ વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.

અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અખબાર નગર અંડર પાસને બંધ કરવામાં આવ્યો હતો સૌથી વધુ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ઘુમા, થલતેજ, સરખેજ, એસજી હાઇવે, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, પાલડી, આશ્રમ રોડ, વાસણા વેજલપુર, શ્યામલ, નારણપુરા, ઘાટલોડિયા, સાયન્સ સિટી, સોલા,ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પૂર્વ વિસ્તારમાં એકમાત્ર મણિનગર વિસ્તારમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સાયન્સ સિટી અને બોડકદેવ વિસ્તારમાં પોણા 3 થી 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ બે વિસ્તારમાં દિવસભરમાં સાડા ત્રણથી ચાર ઈંચ વરસાદ થઈ ગયો હતો. કાળાં ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

બંગાળમાં લો પ્રેશરને લીધે દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ આજે 11 સપ્ટેમ્બરને રવિવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code