1. Home
  2. ગુજરાતી
  3. UP: સીતાપુરમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ  
UP: સીતાપુરમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ  

UP: સીતાપુરમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ  

0
Social Share
  • સીતાપુરમાં ભયંકર માર્ગ અકસ્માત!
  • કાર અને બાઇક વચ્ચે અકસ્માત
  • 2 ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

લખનઉ:ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.સિધૌલી કોતવાલી વિસ્તારમાં સ્કોર્પિયો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું.અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

વાસ્તવમાં,આ મામલો સીતાપુર જિલ્લાના સિધૌલી કોતવાલીના સિધૌલી-બિસવા રોડ પર બન્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ વાહન સકરન બ્લોકના વડાનું હોવાનું કહેવાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે,લખનઉથી બિસવા જઈ રહેલી કાર પહેલા બાઇક સાથે અથડાયા બાદ કાબુ બહાર નીકળી ગઈ હતી.જે બાદ ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો.આ અકસ્માતમાં બાઇક સવાર સર્વેશ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કારે રસ્તાની બાજુમાં ખાટલા પર સુતેલા એક વૃદ્ધને પણ કચડી નાખ્યા હતા.જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.એટલું જ નહીં કારના ચાલકે બાઇક સવાર સહિત અનેક લોકોને ટક્કર મારી હતી.આ સિવાય રસ્તા પર ચાલતા અન્ય 4 લોકો પણ કચડાઈ ગયા હતા.આ પછી કાર ખાડામાં પલટી ગઈ હતી.હાલ તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code