અમેરિકાના રક્ષા મંત્રી આવતીકાલે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કરશે
- અમેરિકાના રક્ષા મંત્રી બે દિવસીય પ્રવાસે ભારત આવશે
- રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરશે મુલાકાત
દિલ્હીઃ- ભારતના પ્રવાસે વિદેશના મંત્રીઓ અનેક વખત આવતા હોય છે ભારત સાથેના સંબંધોને લઈને વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાત લે છે ત્યારે આજ શ્રેણીમાં હવે અમેરિકાના રક્ષામંત્રી ભારતના પ્રવાસે આવવાના છે.
આ વર્ષે ભારતની મુલાકાત લેનારા ઓસ્ટિન અમેરિકાના ચોથા મંત્રી હશે. આ પહેલા કેબિનેટ સ્તરના 3 મંત્રીઓ ભારતની મુલાકાતે આવી ચુક્યા છે, જેમાં વિદેશ મંત્રી એન્ટની બ્લિકન, ટ્રેઝરી મિનિસ્ટર જેનેટ યેલેન અને વાણિજ્ય મંત્રી જીના રાયમોન્ડોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન 4 જૂને ભારત આવશે ત્યાર બાદ તેઓ દેશના સંરક્ષમ મંતેરી એવા રાજનાથ સિંહ સાથે પણ ખાસ મુલાકાત કરવાના છે.બન્ને સમક્ષ મંત્રીઓની આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે.
આ પહેલા શુક્વારના રોજ અમેરિકા દ્રારા જાણકારી આપવામાં આવીઓસ્ટિન આવતા અઠવાડિયે જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાન્સની મુલાકાત લેશે. ભારતમાં ઓસ્ટિન બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા અંગે વાતચીત કરશે.ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2021માં ચાર્જ સંભાળ્યા બાદ ઓસ્ટિનની આ બીજી મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 22 જૂને અમેરિકાના પ્રવાસે જવાના છે એ પહેલા આવતીકાલે યુએસના રક્ષામંત્રી ભારતની મુલાકાતે આવી રહ્યા છે.સંરક્ષણ ક્ષેત્રમાં તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.