1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. ગૂગલને ઝટકો: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ
ગૂગલને ઝટકો:  US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ

ગૂગલને ઝટકો: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ

0
Social Share
  • ગૂગલને લાગ્યો જોરદારનો ઝટકો
  • નિયમોના ઉલ્લંઘનનો મામલો
  • યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ દાખલ કર્યો કેસ

નવી દિલ્લી: અમેરિકી સરકારે દિગ્ગજ આઇટી કંપની ગૂગલને મોટો ઝટકો આપ્યો છે. યુ.એસ. ન્યાય વિભાગે ગૂગલ સામે કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગૂગલ ઓનલાઇન સર્ચમાં પોતાના વર્ચસ્વને સ્પર્ધા અને ગ્રાહક હિતોને નુકસાન પહોંચાડવા માટે દુરૂપયોગ કરી રહ્યું છે. આશરે 20 વર્ષ પહેલા માઈક્રોસોફ્ટ વિરુદ્ધ કેસ બન્યા બાદ પ્રતિસ્પર્ધાને બચાવવા માટે સરકારે લીધેલું સૌથી મહત્વનું પગલું છે.

ન્યાય વિભાગ અને ફેડરલ ટ્રેડ કમિશનમાં એપલ, એમેઝોન અને ફેસબુક સહિતની મોટી ટેક કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને આ કેસ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

સાંસદો અને ગ્રાહક બાબતોના વકીલોએ લાંબા સમયથી ગૂગલ પર આરોપ લગાવી રહ્યા હતા કે કંપની નફો વધારવા માટે ઓનલાઇન સર્ચ બિઝનેસમાં તેના વર્ચસ્વનો દુરૂપયોગ કરી રહી છે. ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ ઇંક છે અને તેની માર્કેટ વેલ્યુ 1000 અરબ ડોલરથી વધુ છે.

તમારા ડેટાને ટ્રેક કરવામાં આવી રહ્યો છે

હાલમાં આવા ઘણા ઘટસ્ફોટ થયા છે જેમાં જાણવા મળ્યું છે કે ઘણી એપ્લિકેશનો અને સર્ચ એંજીન તમને ટ્રેક કરે છે અને તમારા ડેટાને મોનિટર કરે છે. આ લિસ્ટમાં હવે ગૂગલ ક્રોમનું નામ પણ લેવામાં આવ્યું છે. ગૂગલ તમને તો પણ ટ્રેક કરે છે જયારે તમે તેને પરમીશન આપતા નથી. તેનો દાવો સ્વતંત્ર સોફ્ટવેર ડેવલપરએ કર્યો છે. આ સમસ્યા એ ગૂગલ ક્રોમની છે જે તમારા ડિવાઇસમાં કૂકીઝ અને સાઇટ ડેટા સ્ટોર કરે છે. જ્યારે તમે ક્રોમ બ્રાઉઝરને કૂકીઝ અને સાઇટ ડેટાને આપમેળે ડીલીટ કરવા માટે સેટ કરો છો અને બ્રાઉઝરને બંધ કરી દો છો, ત્યારે પણ તે તમારું બધું જ ડીલીટ કરી નાખે છે પરંતુ તે તમારી સાઇટની માહિતીને તેની વેબસાઇટની મદદથી રાખે છે. આનો અર્થ એ છે કે બ્રાઉઝર પાસે એ હક છે કે, એ તમારી જાણકારી વગર જ તમારા ડેટાને તેમની પાસે રાખી લે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code