1. Home
  2. Agency
  3. News
  4. US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી
US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી

US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી

0
Social Share

દુબઈ, 2 માર્ચ, 2026 – US-Iran war: Actress Sonal Chauhan – અભિનેત્રી સોનલ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ-ઈરાન જંગ વચ્ચે દુબઈથી તેમને ભારત પરત લાવવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. જોકે, હવે તેમણે ચાહકો સાથે નવું અપડેટ શેર કરતા જણાવ્યું છે કે તે બિલકુલ સુરક્ષિત છે. એટલું જ નહીં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને દુબઈની સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે બધું નિયંત્રણમાં છે અને લોકોને ગભરાટ (પેનિક) ન ફેલાવવા વિનંતી કરી છે. તેમણે દુબઈને દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા ગણાવી છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સોનલ ચૌહાણે તેમના ચાહકો માટે મેસેજ લખ્યો, “મને મેસેજ કરનારા અને મારા હાલચાલ પૂછનારા તમામ લોકોનો આભાર અને મને માફ કરજો કે હું જવાબ આપી શકી નહીં. તમારી ચિંતા ખરેખર ખૂબ મહત્ત્વ ધરાવે છે. હું સુરક્ષિત છું અને હું તમને ખાતરી આપું છું કે અધિકારીઓ દરેકને સુરક્ષિત રાખવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે.”

US-Iran war: Actress Sonal Chauhan
US-Iran war: Actress Sonal Chauhan

અભિનેત્રીએ આગળ લખ્યું- “ગભરાવાની કોઈ વાત નથી. ચોક્કસપણે, દુબઈ દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે. @modgovae દરેકની સુરક્ષા અને બચાવમાં કાર્યરત છે. વસ્તુઓ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને હું દરેકને વિનંતી કરું છું કે પેનિક ન ફેલાવે. દરેકની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહી છું.”

આ પણ વાંચોઃ પશ્ચિમી એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે PM મોદીની શાંતિની અપીલ

કોણ છે સોનલ ચૌહાણ?

સોનલ ચૌહાણ બોલિવૂડ અભિનેત્રી છે, જે ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ માં જોવા મળી હતી. આ સિવાય તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા ચાહકોને સતત અપડેટ આપતી રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code