1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. USAની ડેલેવર અને ગુજરાત યુનિ. વચ્ચે થયાં MOU, આવતા વર્ષથી વિવિધ કોર્ષ શરૂ કરાશે
USAની ડેલેવર અને ગુજરાત યુનિ. વચ્ચે થયાં MOU, આવતા વર્ષથી વિવિધ કોર્ષ શરૂ કરાશે

USAની ડેલેવર અને ગુજરાત યુનિ. વચ્ચે થયાં MOU, આવતા વર્ષથી વિવિધ કોર્ષ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ અમેરિકાની ડેલેવર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક કોર્ષના આદાન પ્રદાનના એમઓયુ કરાયા છે. અને આવતા વર્ષથી ફીનટેક, હ્યુમિનિટી, અને સ્પોર્ટ્સ સહિત વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવશે. ટ્વીન ડીગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના યુજી અને પીજીના કોર્ષ માટે વિદ્યાર્થીઓને ઓફર કરશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશની કેટલીક યુનિવર્સિટી સાથે MOU કરાયા છે. જે અંતર્ગત USAની ડેલવર યુનિવર્સિટી સાથે પણ MOU કરાયા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ તાજેતરમાં ડેલવર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આવતા વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષ શરૂ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના અલગ-અલગ કોર્ષ આવતા વર્ષના શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા USAની ડેલવર યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા છે. આ MOU બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ USAની ડેલવર યુનિવર્સિટીની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અલગ-અલગ કોર્ષ અંગે અભ્યાસ કર્યો હતો. હાલ કેટલા કોર્ષ ચાલુ કરવા? તે અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, જે 2025-26ના શૈક્ષણિક વર્ષથી શરૂ થશે. આ પ્રકારના MOU કરી ટ્વીન ડીગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના કોર્ષ વિદ્યાર્થીઓને ઓફર કરશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે જેને ડેલવર યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. જેમાં અલગ-અલગ કોર્ષ ચાલુ કરવામાં આવશે. આ કોર્ષ ચાલુ થતાં હજુ એક વર્ષ જેટલી સમય થશે. ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના કોર્ષ ચાલુ કરવામાં આવશે. UG અને PGના કોર્ષ ચાલુ કરવા માટે નિર્ણય કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code