
થાક સહિતની શારીરિક સમસ્યામાં રાહત મેળવવાના આયુર્વેદિક ઉપચાર
ભાગ-દોડ ભરેલી જીંદગીમાં અનેકવાર આપણે થાક અનુભવીએ છીએ. તેમજ અનેક લોકો માથાના દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. તો આયુર્વેદિક ઉપચારથી થાક અને માથામાં દુઃખાવાની ફરિયાદોથી છુટકારો મેળવી શકાય છે.
લેવેન્ડર ઓઈલઃ આ તેલની સુગંધ જ આપના મનમાં ચાલતી ઉથલ-પુથલને શાંત કરી દેશે. આ ઓઈલના મસાજથી શરીરની કેટલીક સમસ્યાઓથી છુટકારો મેળવી શકય છે.બે ચમસી કેસ્ટર ઓઈલની અંદલ લેવેન્ડર ઓઈલ મીલાવીને શરીર ઉપર માલિસ કરવી જોઈએ. જેનાથી ચહેરા ઉપર થતા પિમ્પલની સમસ્યા પણ દૂર થઈ જશે.
કેમોમાઈલ ઓઈલઃ આ તેલથી શરીર ઉપર માલીસ કરીને આરામ કરવાથી થાક ઉતરી જાય છે.
યુકેલિપટિસ ઓઈલઃ આ ઓઈલના મસાજથી મગજ અને શરીરનો થાક, દુઃખાવાથી રાહત મળે છે. તેમજ શરીર ઉપર આવેલા સોજા પણ ઓછા થાય છે. આમા એન્ટીબાયોટીક્સ પ્રોપટી હોય છે જેથી ચહેરા માટે પણ લાભકારક માનવામાં આવે છે.
પિપમેન્ટ ઓઈલઃ આ તેલ થાક ઉતારવાની સાથે પેટમાં દુઃખાવો, માથામાં દુઃખાવો તથા કમરના દુઃખાવામાં રાહત આપે છે. આ તેલને કોકોનેટ ઓઈલ સાથે મીલાવીને શરીર ઉપર લગાવાથી વધારે ફાયદો થાય છે.
રોઝમેરી ઓઈલઃ નાસ લેવા માટે આ તેલનો ઉપયોગ કરવાથી માથામાં દુઃખાવામાં આરામ મળે છે. તેમજ ઘુંટણના દુઃખાવામાં પણ રાહત મળે છે.