
ઉનાળામાં હાથની ત્વચા ટેન થઈ ગઈ છે? તો અપનાવો આ ટ્રીક અને જૂઓ ચમત્કાર
ઉનાળામાં મોટાભાગની છોકરીઓને એવું લાગતું હોય છે કે તડકાના કારણે તેમના હાથની ત્વચા ડલ અથવા ટેન થઈ ગઈ છે. તે વાત સામાન્ય છે કે અત્યારના સમયમાં ભારે ગરમીમાં જો હાથને ખુલ્લા રાખવામાં આવે તો હાથની ત્વચા ટેન થઈ જાય છે. પણ હવે આ વાતને લઈને ચીંતા કરવાની જરૂર નથી.
આ માટે અડધો કપ દહીં લો. તેમાં એક ચપટી હળદર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેને હાથ પર લગાવો. તેને 15 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. આ પેક ત્વચાને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે એક ચમચી દહીં, અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ચોખાના પાવડરની જરૂર પડશે. આ બધી સામગ્રી મિક્સ કરો. આ પેકને હાથ પર લગાવો. થોડીવાર આનાથી તમારા હાથની માલિશ કરો. ત્યાર બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તે હાથની ટેનિંગ દૂર કરે છે. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે. ચોખા ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે.
એક ચમચી પપૈયાનો પલ્પ અને 1 ચમચી પપૈયાના બીજની જરૂર પડશે. સૌપ્રથમ પપૈયાના ટુકડા કરી લો. તેને મેશ કરો. તેમાં પપૈયાના બીજ ઉમેરો. આનાથી ત્વચા પર 5 મિનિટ સુધી મસાજ કરો. તે પછી ત્વચાને સાફ કરો. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરવામાં મદદ કરે છે. તે ત્વચાને કાયાકલ્પ કરવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને આની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.