1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશ: અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા, તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા

ઉત્તરપ્રદેશ: અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા, તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા

0
Social Share
  • ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા
  • તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા
  • મુસ્લિમ યુવકે કહ્યું ‘જય શ્રી રામ’

કાનપુર: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીએ જબરો રાજકીય રંગ પકડ્યો છે. તમામ પાર્ટી મેદાનમાં છે અને અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉત્તરપ્રદેશની સત્તા મેળવવાનો જોરદાર પ્રયાસ કરી રહી છે. આવામાં ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકે જોરદાર નારા લગાવ્યા જે બાદ તેને પોલીસ સુરક્ષા આપવી પડી.

જાણકારી અનુસાર 2 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની રેલીમાં જય શ્રી રામના નારા લગાવનાર મુસ્લિમ યુવક એહસાન રાવ. ને જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક આકાશ તોમરે કહ્યું કે અહેસાન રાવ નામના વ્યક્તિએ કેટલાક સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પછી તેને સતત ધમકીઓ મળી રહી હતી, આ સંદર્ભમાં અહેસાન રાવે સહારનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો હતો અને રક્ષણની માગણી કરી છે. અહેસાન રાવની વિનંતી પર જિલ્લા વહીવટીતંત્રે તેમને સુરક્ષા પૂરી પાડી છે.

બીજેપી સમર્થક ગણાતા એહસાન રાવે કહ્યું કે તેમના નારાથી ગુસ્સે થયેલા કેટલાક કટ્ટરપંથીઓએ દુશ્મનાવટ શરૂ કરી દીધી હતી, જેના કારણે તેમણે પ્રશાસનને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરી હતી. જય શ્રી રામનો નારા લગાવનાર અહેસાન રાવે મીડિયા સામે આવીને કહ્યું, ‘જુઓ ભગવાન રામ અમારા પૂર્વજ છે અને અમે બધા શ્રી રામના વંશજ છીએ. મને જય શ્રી રામ બોલવામાં કે ભારત માતા કી જય બોલવામાં કોઈ વાંધો નથી. આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશનો જય જયકાર કરવો જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code