
ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ – સોશિયલ મીડિયાથી કરી જાણ, સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી
- ઉત્તરાખંડના સીએમને થયો કોરોના
- તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની થશે તપાસ
દિલ્હી – ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિહં રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,આ અંગેની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ માહિતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી. મેં ડોકટરોની દેખરેખમાં મારી જાતને આસોલેટ કરી છે. તમારામાંથી જે કોી પણ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને કાળજી લો અને તમારી તપાસ કરાવો.
મુખ્ય મંત્રી જે લોકોને મળેલા હતા તેઓની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રવિવારે મુખ્યમંત્રીશ્રીએ રામનગર અને દહેરાદૂન જિલ્લામાં યોજાયેલા ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આસમયગાળઆ દરમિયાન, મંત્રીઓ, નેતાઓ સહીતના અનેક લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા, તે તમામની લોકોની કોરોના તપાસ પણ કરવામાં આવશે. હાલ દરેકને ક્વોરોન્ટાઈન રહેવાનું જણાવાયું છે.રવિવારના રોજ મુખ્યમંત્રી રામનગર સ્થિત ગર્જીયા મંદિરની મુલાકાતે પણ ગયા હતા.
આ સાથે જ શનિવારે મુખ્યમંત્રી હરિદ્વારમાં હતા. જ્યા તેમણે ગંગા પૂજન કરવાની સાથે અનેક સંતોને પણ મળ્યા હતા. શનિવારે મુખ્યમંત્રીએ હરિદ્વારમાં 120 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું .
સાહિન-