1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડ- જાનૈયાઓનું વાહન ખીણમાં ખાબકતા 14 લોકોના મોત- પીએમ મોદીએ  મૃતકો માટે વળતરની કરી જાહેરાત
ઉત્તરાખંડ- જાનૈયાઓનું વાહન ખીણમાં ખાબકતા 14 લોકોના મોત- પીએમ મોદીએ  મૃતકો માટે વળતરની કરી જાહેરાત

ઉત્તરાખંડ- જાનૈયાઓનું વાહન ખીણમાં ખાબકતા 14 લોકોના મોત- પીએમ મોદીએ  મૃતકો માટે વળતરની કરી જાહેરાત

0
Social Share
  • ઉત્તરાખંડમાં જાનૈયાઓનું વાહન ખાઈમાં ખાબક્યું
  • 14 લોકોના ઘટના સ્થળે જ મોત થયા
  • પીએમ મોદીએ મૃતકો માટે  વળતરનું એલાન કર્યું

 

દહેરાદૂનઃ- બે દિવસ પહેલા જ રાજસથાનમાં એક દુલ્હાની કાર નદીમાં ખાબકી હતી અને કારમાં સવાર લોકોના મોત થયા હતા ત્યારે વિતેલી રાતે ફરી ઉત્તરાખંડમાં જાનૈયાઓના વાહનને મોટો એકસ્માત નડ્યો હતો ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે  જાન લઈને પરત ફરી રહેલું એક વાહન ખીણમાં પડી ગયું હતું જેમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.ટનકપુર-ચંપાવત હાઈવે સાથે જોડાયેલા સુખીધાંગ-દંડામિનાર રોડ પર વાહન અકસ્માતમાં 16માંથી 14 લોકોના મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જાન ચંપાવતથી 64 કિમી દૂર આવેલા  ગામે ગઈ હતી અને ત્યાથી પરત ફરી રહી હતી.અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખાઈમાંથી 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

વિતેલી રાતે બની દૂર્ઘટના

ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવર અને અન્ય વ્યક્તિને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાહનમાં સવાર તમામ લોકો ટનકપુરની પંચમુખી ધર્મશાળામાં યોજાયેલા લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગત રાત્રે લગભગ 3.20 વાગે વાહન બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગયું હતું.હાલ આ અકસ્માત વધુ પડતા યાત્રીઓના લોડની ક્ષમતાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. જોકે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પીએમ મોદીએ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યા- મૃતકોને મળશે વળતર

ઉત્તરાખંડમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે પીએમએનઆરએફ તરફથી પ્રત્યેક મૃતકોને 2- 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.આ સાથે જ ઘાયલોને 50-50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code