
ઉત્તરાખંડનો વેલી ઓફ ફ્લાવર પાર્ક આજથી થશે બંધ – ચાલુ વર્ષે પ્રવાસીઓને રેકોર્ડ સ્તરે સંખ્યા નોંધાઈ
- આજથી વેલી ઓફ ફઅલાવર નેશનલ પાર્ક થશે બંધ
- ઠંડીના કારણે પ્રવાસીઓ નહી નિહાળઈ શકે અહીની સુંદરતા
- આ વર્ષ દરમિયાન 20 હજારથી વધુ લોકોએ લીઘી મુલાકાત
દહેરાદૂનઃ- ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખાય છે અહીં અનેક ઘાર્મિક સ્થળો આવે છે છે તો કેદારનાથ અને બદ્દીનાથ શિવના મંદિરો માટે લોકો દર્શનાર્થે આવતા હોય છે સાથે જ અહીની સુંદરતા પણ નિહાળવા લાયક હોય છે ખાસ કરીને ઉત્તરાખંડની વેલી ઓફ્ ફ્લાવર પાર્ક લોકોના આકર્ષશણનું કેન્દ્ર છે જો કે આજથી એટલે કે 31 ઓક્ટોબરથી આ પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી રહ્યું છે.જો હવે તમે ઉત્તરાખંડની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તમને વેલી ઓફ ફ્લાવરના દીદાર કરવા મળશે નહી.જુલાઈથી ઑક્ટોબર સુધી ખીણમાં ફૂલોની 300 થી વધુ પ્રજાતિઓ ખીલે છે. પોટોટિલા, પ્રિમ્યુલા, એનિમોન, એરિસિમા, એમોનાઈટ, બ્લુ પોપી, માર્સ મેરી ગોલ્ડ, બ્રહ્મા કમલ, ફેન કમલ જેવા ઘણા ફૂલો અહીં ખીલે છે.જે મનમોહક દ્ર્શર્યો સર્જે છે જેના કારણે પ્રવાસીઓ અહી આવવા માટે આકર્ષાય છે.
પ્રાપ્ત વિગત અનુસાર વર્લ્ડ હેરિટેજ ફ્લાવર્સની વેલી શિયાળામાં સોમવારથી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ માટે વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વર્ષે કુલ 20,827 પ્રવાસીઓએ આ વેલી ઓફ ફઅલાવરની મુલાકાત લીધી હતી. ખીણમાં પ્રવાસીઓ પહોંચવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે.
આ વર્ષે ઘાટીમાં વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો નોઁધાયો છે જેમાંથી વન વિભાગને 31 લાખથી વધુની કમાણી થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે 87.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી વેલી ઑફ ફ્લાવર્સ તેના રંગબેરંગી ફૂલો અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વ પ્રસિદ્ધ છે. આ ઘાટી 1 જૂનના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી હવે શીતકાલીનને લઈને આજદથી તે બંધ કરવામાં આવી રહી છે.