1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું

0
Social Share

અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે જ પતંગ રસીયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. તેમજ પતંગ ચગાવીને પતંગ મહોત્સવની ઉજવણી કરતા હતા. મકરસક્રાંતિ પર્વને લઈને સવારથી જ લોકોએ ઘાયને ઘાસ ખવડાવવાની સાથે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.

અમદાવાદમાં મોડી રાત સુધી જમાલપુર અને દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી લોકોએ પતંગ માંજાની ખરીદી કરી હતી. જેથી મધ્ય રાત્રી સુધી શહેરના માર્ગો ઉપર લોકોની ચહલપહલ જોવા મળી હતી. આજે સવારે પણ કેટલાક લોકો પતંગ અને દોરીની ખરીદી કરતા જોવા મળ્યાં હતા. બીજી તરફ પતંગ પ્રેમીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી ગયા હતા.

અમદાવાદમાં વહેલી સવારથી જ અનુકૂળ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારથી જ છતો પર અને ખુલ્લા મેદાનોમાં રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે. પવન સારો હોવાથી પતંગ ચગાવવામાં ખાસ મજા આવી રહી છે અને ‘લપેટ–લપેટ’ની બૂમો સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃસરહદ પર પાકિસ્તાનનું ફરી નાપાક કૃત્ય: રાજૌરીમાં LoC પાસે દેખાયું ડ્રોન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code