રસીકરણ મહાઅભિયાનઃ હવે ડ્રોન મારફતે કોવિડ-19 રસીનો જથ્થો મોકલી શકાશે
દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હવે કોરોનાની રસીકરણનો જથ્થો ઝડપી પહોંચાડવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મેક ઈન ઇન્ડિયાના કોનસેપ્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા ડ્રોન મારફતે વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. મણીપુરમાં પ્રથમવાર આ પ્રોજેકટ હેઠળ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. આ ડ્રોનની ક્ષમતા 31 કિલો મીટર સુધી ઉડવાની છે. એટલું જ આ ડ્રોન 900 વેક્સિન લઈ જવામાં સક્ષમ છે.
i-Drone: The game-changer in healthcare!
First #MakeInIndia drone, which has a capacity of 900 vaccine doses, was used for delivery across a distance of 31 km, from Bishnupur to Karang Island in Manipur.
10 people were vaccinated against #COVID19 through this initiative. pic.twitter.com/L5Hso6XY1U
— Mansukh Mandaviya (@mansukhmandviya) October 4, 2021
સમગ્ર દુનિયામાં સૌથી મોટુ રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. વિષ્ણુપુરમાં આવેલ કરાંગ સ્વાસ્થય કેન્દ્ર સુધી ઓટોમેટેડ ડ્રોન દ્વારા વેક્સિન મોકલવામાં આવી હતી. જો રોડ દ્વારા વિષ્ણુંપુર જઈએ તો 31 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જોકે હવાઈ રસ્તા દ્વારા આ અંતરને માત્ર 15 મીનીટમાં મોકલવામાં આવશે. જેથી આ ડ્રોન દ્વારા હવે અમુક વિસ્તારોમાં વેક્સિન પહોચાડવી ઘણી સરળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ગત મહિને જ નવી ડ્રોન પોલીસી લાગૂ કરવામાં આવી હતી. જેમાં ડ્રોન દ્વારા વેક્સિન પહોચાડવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જે પ્રયોગ સફળ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ડ્રોનનો ઉપયોગ અન્ય જરૂરી કામોમાં પણ હવે કરવામાં આવશે. ભારતે એક મોટી સિદ્ધી મેળવી છે. તેઓ આ બાબતથી ઘણા ખુશ છે કારણકે આ ડ્રોન મેક ઈન ઈન્ડિયાના અંતર્ગત બનાવામાં આવ્યા છે.