
હવે વ્હોટ્સએપ પર જ મળશે વેક્સિનેશનનું પ્રમાણપત્ર, જાણો કંઈ રીતે મેળવી શકાશે
- રસીકરણ નું પ્રમાણ પત્ર નહી કરવું પડે હવે ડાઉનલોડ
- કોરોનાનું વેક્સિનેશન સર્ટી હવે વ્હોટ્સએપ પર મળશે
દિલ્હીઃ કોરોનાની વેક્સિન લેનારાઓને હવે થોડી સેકન્ડોમાં જ વ્હોચ્સએપ પર રસીકરણનું પ્રમાણપત્ર સરળતાથી મળી જશે. આ માટે તમારે ત્રણ સરળ સ્ટેપ્સ પૂર્ણ કરવા પડશે.આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના કાર્યાલયે રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. હાલમાં, લોકોને રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે કોવિન પોર્ટલની મુલાકાત લેવી પડે છે.
વ્હોટ્સઅપ પર પ્રમાણપત્ર મેળવવા માટે કરો આટલું
- સૌથી પહેલા તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર +91 9013151515 નંબરને સેવ કરવો પડશે.
- આ નંબર સેવ કર્યા પછી તમારું વોટ્સએપ ખોલો.
- ત્યાર બાદ ચેટ બોક્સ પર જાઓ અને ‘કોવિડ સર્ટિફિકેટ’ લખો.
- આ પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર છ આંકડાનો OTP મળશે.
- વોટ્સએપ ચેટ બોક્સમાં જ આ OTP લખો અને મોકલી દો.
આ સાથે જ જો તમે પરિવારના અન્ય સભ્યોને પણ રસીકરણ સમયે સમાન નંબર આપ્યો હોય, તો OTP દાખલ કર્યા પછી, તમને તે તમામ સભ્યોનું વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે.