1. Home
  2. ગુજરાતી
  3. હવે વ્હોટ્સએપ પર જ મળશે વેક્સિનેશનનું પ્રમાણપત્ર, જાણો કંઈ રીતે મેળવી શકાશે
હવે વ્હોટ્સએપ પર  જ મળશે વેક્સિનેશનનું પ્રમાણપત્ર, જાણો કંઈ રીતે મેળવી શકાશે

હવે વ્હોટ્સએપ પર જ મળશે વેક્સિનેશનનું પ્રમાણપત્ર, જાણો કંઈ રીતે મેળવી શકાશે

0
Social Share
  • રસીકરણ નું પ્રમાણ પત્ર નહી કરવું પડે હવે ડાઉનલોડ
  • કોરોનાનું વેક્સિનેશન સર્ટી હવે વ્હોટ્સએપ પર મળશે

 

દિલ્હીઃ કોરોનાની વેક્સિન લેનારાઓને હવે થોડી સેકન્ડોમાં જ વ્હોચ્સએપ પર રસીકરણનું પ્રમાણપત્ર સરળતાથી મળી જશે. આ માટે તમારે ત્રણ સરળ સ્ટેપ્સ પૂર્ણ કરવા પડશે.આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના કાર્યાલયે રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. હાલમાં, લોકોને રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે કોવિન પોર્ટલની મુલાકાત લેવી પડે છે.

વ્હોટ્સઅપ પર પ્રમાણપત્ર મેળવવા માટે કરો આટલું

 

  • સૌથી પહેલા તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર +91 9013151515 નંબરને સેવ કરવો પડશે.
  •  આ નંબર સેવ કર્યા પછી તમારું વોટ્સએપ ખોલો.
  • ત્યાર બાદ ચેટ બોક્સ પર જાઓ અને ‘કોવિડ સર્ટિફિકેટ’ લખો.
  •  આ પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર છ આંકડાનો OTP મળશે.
  • વોટ્સએપ ચેટ બોક્સમાં જ આ OTP લખો અને મોકલી દો.

આ સાથે જ જો તમે પરિવારના અન્ય સભ્યોને પણ રસીકરણ સમયે સમાન નંબર આપ્યો હોય, તો OTP દાખલ કર્યા પછી, તમને તે તમામ સભ્યોનું વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code