1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એઈમ્સમાં હવે ગુરુવારથી 2 થી 6 વર્ષના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે
એઈમ્સમાં હવે ગુરુવારથી 2 થી 6 વર્ષના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે

એઈમ્સમાં હવે ગુરુવારથી 2 થી 6 વર્ષના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે

0
Social Share
  • 6 થી 12 વર્ષના બાળકો પર પરિક્ષણ સમાપ્ત
  • ગુરુવારથી એઈમ્સમાં 2 થી 6 વર્ષના બાળકો પર ટ્રાયલ શરુ

 

દિલ્હીઃ-  દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોનાની આ ત્રીજી લહેર બાળકો પર અસર કરી શકે છે, જેનો ભય દરેક માતા પિતાના મનમાં જોવા મળી રહ્યો છે,ત્યારે આ ડર વચ્ચે દેશમાં બાળકો પર પણ વેક્સિનનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

એઇમ્સમાં બાળકો પર કોરોના રસીના પરિક્ષણમાં ગુરુવારથી, બે થી છ વર્ષની વયના બાળકોને રસીનો ડોઝ આપવામાં આવશે. આ પહેલા કોવેક્સિનની માત્રા 12 થી 18 વર્ષ અને 6 થી 12 વર્ષની વયના બાળકોને આપવામાં આવી છે અને આ બંને વયના બાળકોનું પરિક્ષણ થઈ ચૂક્યું છે.

હોસ્પિટલના વહીવટીતંત્રના જણાવ્યા  પ્રમાણે બે કેટેગરીના બાળકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આ પછી, બે થી છ વર્ષની વયના બાળકોને પરીક્ષણમાં શામેલ કરવામાં આવશે. જે બાળકોને રસી આપવામાં આવી છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે. ડોકટરોની ટીમ સતત તેનું નિરીક્ષણ કરી રહી છે.

ત્યારે હવે 2 વર્ષથી લઈને 6 વર્ષના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ ગુરુવારથી એઈમ્સમાં શરુ કરવામાં આવશે જો આ તમામ પરિક્ષણો સફળ સાબિત થશે તો ટૂંક સમયમાં જ બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code