1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે: જી.કિશન રેડ્ડી
મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે: જી.કિશન રેડ્ડી

મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે: જી.કિશન રેડ્ડી

0
Social Share

અમદાવાદઃ અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાના-રીરી  ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસનમંત્રી  જી.કિશન  રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા  એ મારા માટે એક  તિર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને લાગ્યુ્ં કે આ નગરનું મહત્વ અનોખું છે. ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે.

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં  પ્રેરણાદાયી કામ કર્યું છે. સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની  મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝિયમ તેમજ 16 મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના  સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ 2024 સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા 277 કરોડનો ખર્ચ થનાર છે.

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે દેશભરમાં 12 હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે. અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. મંત્રી રેડ્ડીએ દેશ ભરમાં જુદા જુદા 12 સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમની વાત કરી હતી જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે.

મંત્રીએ રાજપીપળામાં આકાર લઇ રહેલા અત્યાધુનિક મ્યુઝીયમની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડનગર એક એવી હેરીટેઝ સાઇટ છે જ્યાં પ્રાચીન નગર સંસ્કૃતિ,જળ વ્યવસ્થાપન,વેપાર વાણીજ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનોની વિશાળ તક ધરબાઇને ખડી છે, મંત્રીએ ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, શ્રી  કૃષ્ણ, જગન્નાથ અને બૌધ્ધ સરકીટ જેવા પ્રવાસન વૈવિધ્યને પ્રસ્તુત કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષના શાશનકાળ દરમિયાન ભારતના સર્વાંગિ વિકાસને દોહરાવી તેમણે જણાવ્યું હતું કે પીએમના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. તેમણે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉપસ્થિત નાગરિકોને આહ્વવાન કર્યું હતું.

પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાએ  જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. ઇતિહાસમાં સાત નામ આ નગર ઓળખાતું હતું, વડનગરમાં ૩૬૦ વાવો, ૩૬૦ મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌધ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગ જ ઇતિહાસ છે. આ નગર અનેક વખત પડ્યું છે ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code