મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિઃ નારદ મુનીજીના આર્શિવાદથી મહાકાવ્ય રામાયણની કરી રચના
સનાતન ધર્મના સૌથી મહત્વના ધર્મગ્રંથ રામયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજંયતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વાલ્મીકીજનો જન્ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આશ્વિન મહિનાની પૂર્ણિમાએ થયો હતો. દર વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ વાલ્મીકી જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયાં હતા
મહર્ષિ વાલ્મીકીજીના જન્મ બાબતે અનેક દંતકથાઓ છે. જેમાં કહેવામાં આવ્યો છે કે, તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતીના 9માં પુત્ર વરૂણજીની અને તેમની પત્ની ચારશિનીના ઘરે થયો હતો. આ અંગે પહેલો શ્વોક લખવાનો શ્રેય મહર્થિ વાલ્મીકીજીને જાય છે.
એક દંતકથા અનુસાર પ્રચેતા નામના એક બ્રાહ્મણના ઘરે રત્નાકરજીના રૂપમાં તેમનો જન્મ થયો હતો. પહેલા તેઓ ડાકુ હતા. એટલું જ નહીં નાદર મુનિને મળ્યા પહેલા તેમણે અનેક નિર્દોશ વ્યક્તિઓને માર્યા હતા અને લૂંટ ચલાવી હતી. જો કે, નારદ મુનીજીએ તેમને એક સારી વ્યક્તિ અને ભગવાન શ્રીરામના ભક્તના રૂપમાં બદલી નાખ્યાં હતા. વર્ષોના ધ્યાન અભ્યાસ પછી તેઓ એટલા શાંત થઈ ગયા કે, કીડીઓએ તેમની ચારેય તરફ ટીલા બનાવી દીધા હતા. જેથી તેમને વાલ્મીકીની ઉપાધી આપવામાં આવી હતી. તેનો અર્થ કીડીના ટીલાથી પેદા થયા તેવો થાય છે.
વાલ્મીકીજીએ નારદ મુનીજી પાસેથી ભગવાન શ્રી રામની કથા શીખી અને તેમના જ માર્ગદર્શનમાં કાવ્યપંક્તિમાં ભગવાન શ્રી રામની કથા વર્ણવી હતી. તેમજ મહાકાવ્ય રામાયણની રચના કરી હતી. રામાયણના ઉત્તરકાંડ સહિત 24 હજાર શ્લોક અને સાત કાંડ છે. રામાયણ લગભગ 4,80,002 શબ્દો લાંબુ છે. દર વર્ષે વાલ્મિકી જ્યંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના લોકો ધાર્મિક માહોલ વચ્ચે વિશાળ શોભા યાત્રા યોજીને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરે છે. વાલ્મીકી જ્યંતિ આશ્વિન માસની પૂર્ણીમાએ ઉજવવવામાં આવે છે. તેમજ વાલ્મીકી જ્યંતિને તેમના પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે.