
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની બ્રેકમાં ખામી સર્જાય – મુસાફરોને બીજી ટ્રેનમાં બેસાડાયા
- વંદે ભારત ટ્રેનની બ્રેક થી જામ
- યાત્રીઓને બીજી ટ્રેનમાં શીફ્ટ કરાયા
દિલ્હીઃ- તાજેતરમાં જ પીએમ મોદી દ્રારા વનંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવામાં આવી હતી ત્યારે બાદ બે દિવસ અગાઉ આ ટ્રેનની સાથે ઢોર ભટકાવાની ઘટના બની હતી જેના કારણે ટ્રેનનો આગળભાગ તૂટી ગયો હતો ત્યારે હવે ફરી ટ્રેનમાં ખઆમી સર્જાવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની બ્રેકમાં ખામી સર્જાયહતી બ્રેક અચાનક જામ થઈ ગઈ હતી આ ઘટના ખુર્જા રેલવે જંક્શન પર બનવા પામી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે મોટર સીઝ થવાના કારણે ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ટ્રેનમાં સવાર યાત્રીઓને તાત્કાલિક શતાબ્દી એક્સપ્રેસમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા,ટ્રેનમાં ખરાબી આવતા આ ટ્રેન લગભગ 4 કલાક મોડી પહોંચી હતી.
બીજી બાજૂ મધ્ય રેલવેના દનકૌર અને વૈર સ્ટેશનોની વચ્ચે C-8 કોચના ટ્રેક્શન મોટરમાં બેયરિંગ ડિફેક્ટના કારણે વંદે ભારત રેક ફેલ થઈ ગઈ હતી. એડીઆરએમ ડીએલઆઈ પોતાની ટીમ સાથે આ ટ્રેનમાં ઓન બોર્ડ નીરિક્ષણ કરી રહ્યા હતા.
આ ખામી સર્જાયા બાદ પણ 80 મીમીના એક ફ્લેટ ટાયરના વિકાસના કારણે ટ્રેનને ખુર્જા સુધી 20 કિમી પ્રતિ કલાકની સ્પિડ સુધી લાવવામાં આવી. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 1045 કલાકે રવાથી થયેલી ટ્રેન ખુર્જા રેલવે જંક્શન પર પહોંચી અને ત્યાં યાત્રીઓેને શતાબ્દી એક્સપ્રેસથી રવાના કર્યા.