1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોબી, રિંગણા, ફ્લાવર,મુળા, ટમેટાં સહિત શાકભાજી હવે માગો તે કલરમાં મળશે
કોબી, રિંગણા, ફ્લાવર,મુળા, ટમેટાં સહિત શાકભાજી હવે માગો તે કલરમાં મળશે

કોબી, રિંગણા, ફ્લાવર,મુળા, ટમેટાં સહિત શાકભાજી હવે માગો તે કલરમાં મળશે

0
Social Share

ભુજ : કૃષિક્ષેત્રે પણ વૈજ્ઞાનિક પ્રયોગો સફળ થઈ રહ્યા છે. જેમાં રંગબેરંગી શાકભાજી ઉગાડવાનો ગુજરાતનો પ્રથમ પ્રયોગ કચ્છમાં સફળ થયો છે. કચ્છના ખેડૂતોએ બાગાયતી પાકોમાં વિવિધ જાતના અખતરા કરીને કેસર, ખારેક, કમલમ ફળ, દ્રાક્ષ, દાડમ, સ્ટ્રોબેર સહિત અનેક બાગાયતી પાકોમાં કૃષિ બજારને આગળ વધારી કચ્છનું નામ દેશ-વિદેશમાં ગુંજતું કર્યું છે. ત્યારે હવે કચ્છી ખેડૂતો હાઈટેક કૃષિ ટેકનોલોજી સાથે પ્રાકૃતિક કૃષિ અપનાવીને બાગાયતી પાકોમાં પણ ઝડપથી આગળ વધી બજારને કંઈક નવું આપશે.

ભુજ તાલુકાના રેલડી-કુકમા બાગાયતી અને શાકભાજીનો કૃષિ ટેકનોલોજી ઝોન બની ગયો છે. અહીં એગ્રીકલ્ચર ઓટોમેશનની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતીશીલ ખેડૂતોએ બાગાયત બાદ શાકભાજીના પાકોમાં પણ નવા નવા સફળ પ્રયોગો કરીને કૃષિ બજારને કંઈક નવું આપવા કમર કસી છે. એક પ્રગતીશીલ ખેડુતે તેમના નવા પ્રોજેકટ 3.5 એકરમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસમાં વિવિધ જાતના અને વિવિધ કલરના 14 પ્રકારના શાકભાજી સફળતાપૂર્વક ઉગાળીને સફળતા મેળવી છે.

આ પ્રોજેટક આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ (બી) ગ્રુપ નામ આપ્યું છે. ઈઝરાઈલ ટેકનોલોજીની મદદથી રંગબેરંગી પરપલ, યલો, વ્હાઈટ, રેડ ફલાવર, ચાર જાતની બ્રકોલી, બર્ગરમાં વપરાતી જમ્બો કુબી, લાલ મુળા, મિન્ટ, પાર્શલે, પાલક, અંજીર, યુકની, બીન્સ વગેરે સહિત 14 પ્રકારના શાકભાજી વાવીને બજાર સુધી પહોચતા કરવા મહેનત કરી છે. જે માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાતભરમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. એટલે કચ્છના ખેડૂતો સમય સાથે કદમ મિલાવીને કૃષિ બજારને ધબકતી રાખી રહયા છે. આ નેટ હાઉસ સંપૂર્ણ સંચાલિત છે. જેમાં પાકને જોઈતા ખાતર-પાણી જેવા એગ્રો ઈનપુટસ પણ ડ્રીપ મારફતે ઓટો સંચાલિત છે.

શાકભાજીના પાકોમાં વિવિધ રંગોમાં સફળતા મેળવનારા હરેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, ચાલું વરસે તેમણે રીંગણાના રોપામાં ટમેટાની કલમ કરીને વિવિધ સાઈઝના અને અલગ જ ટેસ્ટના ટમેટાનું ઉત્પાદન કર્યુ હતું. જે ખૂબ જ સફળ રહયું હતું. આ રીતે કચ્છ, ગુજરાતને વિવિધ પ્રકારના કલરના, સ્વાદના શાકભાજી ખાવા, માણવા મળશે. સારી ગુણવતાના કચ્છમાં ઉત્પાદિત થતા ફળ પાકો અને શાકભાજીના પાકો વેપારી મારફતે કચ્છ બહાર જાય છે.

પદ્મશ્રી એવોર્ડ મેળવનારા સવજીભાઈ ધોળકીયા  સહપરિવાર કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે કચ્છના પ્રગતીશીલ ખેડુતોની મુલાકાત લીધી હતી. અને  ખેતી જોઈ પ્રભાવિત થયા હતા.  વિવિધ કલરના ફલાબર બ્રકોલી સહિત શાકભાજી નિહાળ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code