1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો 10મી જાન્યુઆરીથી PM મોદીના હસ્તે થશે પ્રારંભ,
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો 10મી જાન્યુઆરીથી PM મોદીના હસ્તે થશે પ્રારંભ,

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો 10મી જાન્યુઆરીથી PM મોદીના હસ્તે થશે પ્રારંભ,

0
Social Share
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ2024ની તૈયારીઓને આખરી ઓપ આપતા CM ભૂપેન્દ્ર પટેલ
  • વાઇબ્રન્ટ સમિટ-2024ના પ્રારંભ પૂર્વે 9મી જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ-શો ખુલ્લો મુકાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ અંગે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી  કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી  ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીશ્રીઓ, સર્વશ્રી હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા. વાઇબ્રન્ટ સમિટ-2024નો પ્રારંભ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ-વડાપ્રધાનઓ-વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે.

મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-2024ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશન મુખ્યત્વે ઇન્‍ડસ્ટ્રી 4.0  સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન, ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન: ડ્રાઇવર્સ ઓફ ઇન્‍ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્‍ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટીની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે. વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે 9મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્‍ડર ડેવલપમેન્‍ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.

મુખ્યમંત્રીએ આ ટ્રેડ-શોમાં લોકોની સહભાગિતા વધે તેવો આકર્ષક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું.

સમિટના બીજા દિવસે 11મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિકન્‍ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્‍ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્‍ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

12મી જાન્યુઆરી 2024ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્‍ડ ધ ક્લોક એનર્જી  માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.રાજ્યમાં પી.એમ મિત્ર ટેક્ષટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ફાર્મા પાર્ક અને ટોય પાર્ક જેવા નવાં ઉભરતાં સેક્ટર્સમાં ઇન્‍વેસ્ટમેન્‍ટ આકર્ષિત કરવા માટે આ વાઇબ્રન્‍ટ સમિટમાં જે આયોજન થવાનું છે તેની પણ વિગતો ઉદ્યોગ વિભાગ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વાઇબ્રન્ટ સમિટ-2024ના આ તલસ્પર્શી આયોજનના પ્રેઝન્‍ટેશન ઉપરાંત પ્રિ-વાઇબ્રન્ટની સફળતા સહિતની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code