1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોન વેરિએન્ટને લઈને વિકી કૌશલ-કેટરીનાએ પોતાના લગ્નમાં મહેમાનો માટે સિક્રેટ નિયમ રાખ્યો,જાણો શું છે આ નિયમ
ઓમિક્રોન વેરિએન્ટને લઈને વિકી કૌશલ-કેટરીનાએ પોતાના લગ્નમાં મહેમાનો માટે સિક્રેટ નિયમ રાખ્યો,જાણો શું છે આ નિયમ

ઓમિક્રોન વેરિએન્ટને લઈને વિકી કૌશલ-કેટરીનાએ પોતાના લગ્નમાં મહેમાનો માટે સિક્રેટ નિયમ રાખ્યો,જાણો શું છે આ નિયમ

0
Social Share
  • વિકી કૌશલ અને કેટરીનાન લગ્નની અટકળોએ જોર પકડ્યું
  • લગ્નમાં આ કપલે મહેમાનો માટે ખાસ નિયમ બનાવ્યો

મુંબઈઃ- વિકી કૌશલ અને કેટરિના કૈફે હજુ સુધી પોતાના સંબંધોની સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. જો કે, જો કે ઘણા મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે તેમના લગ્ન જિસેમ્બરની 9 તારીખે યોજાનાર છે,ત્યારે હવે તેમના લગ્નની અટકળો વચ્ચે હવે એવા અહેવાલો છે કે બંનેએ તેમના લગ્નમાં આવનાર મહેમાનો માટે ખૂબ જ ખાસ અને સિક્રેટ નિયમ બનાવ્યો છે જે કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં આવનાર મહેમાનો અને તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતો માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે અને તે ખૂબ જરુરી હશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિકી અને કેટરિના કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને થોડા નર્વસ જોવા મળી રહ્યા છે કારણ કે કપલ લાંબા સમયથી ભવ્ય લગ્ન કરવાની યોજના બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે બંનેએ પોતપોતાની ટીમોને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપી છે. એટલું જ નહીં, બંનેએ સુરક્ષાની તમામ સાવચેતીઓ સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટીમ પણ બનાવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક સાવચેતીના રૂપમાં ટીમ પહેલા મહેમાનોના રસીકરણ વિશે માહિતી લેશે. જેમણે માત્ર પ્રથમ ડોઝ લીધો હતો તેઓએ લગ્ન સ્થળ પર આવવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા પરીક્ષણ કરાવવું પડશે. આ પછી, મહેમાનોને લગ્ન સમારોહમાં પ્રવેશતા પહેલા જરૂરી પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. જે રીતે શૂટિંગના સેટ પર ટીમ સાવચેતી રાખે છે, તેવી જ રીતે અહીં પણ સંપૂર્ણ કાળજી લેવી પડશે. ટીમ મહેમાનોને દરેક સમયે તેમના માસ્ક પહેરવા, યોગ્ય અંતર જાળવવા અને સમયાંતરે તેમના હાથને સેનિટાઈઝ કરવા પ્રોત્સાહિત કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code