1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ સૈમ બહાદુરમાંથી વિકી કૌશલનો નવો લુક આવ્યો સામે
ફિલ્મ સૈમ બહાદુરમાંથી વિકી કૌશલનો નવો લુક આવ્યો સામે

ફિલ્મ સૈમ બહાદુરમાંથી વિકી કૌશલનો નવો લુક આવ્યો સામે

0
Social Share
  • ‘સૈમ બહાદુર’માંથી વિકી કૌશલની નવી ઝલક 
  • જોવા મળ્યો દમદાર અવતાર
  • 1 ડિસેમ્બરે સિનેમાઘરમાં થશે રિલીઝ

મુંબઈ:  વિકી કૌશલ માટે આ વર્ષ તેની ફિલ્મોની સફળતાના સંદર્ભમાં ઘણું સારું રહ્યું. તેણે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. હવે તે ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિકમાં જોવા મળશે.આ ફિલ્મ બોલિવૂડના એવા પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેની એક વર્ષથી વધુ સમયથી રાહ જોવાઈ રહી છે. ‘ઉરી’ અને ‘રાઝી’ પછી વિકી કૌશલ ફરી એકવાર આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. વિકીનો નવો લૂક અને ફિલ્મની રિલીઝ ડેટ બંને જાહેર કરવામાં આવ્યા છે.

મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈમ બહાદુર’ ઘણા સમયથી ચર્ચામાં છે.વિકી કૌશલ આમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ભારતના મહાન યુદ્ધ નાયકોમાંથી એક સૈમ માણેકશાના જીવનને સ્ક્રીન પર લાવવા જઈ રહ્યો છે.’રાઝી’ પછી મેઘના અને વિકીની આ બીજી ફિલ્મ છે. હવે વિકીએ ‘સૈમ બહાદુર’થી તેની નવી ઝલક બતાવી છે, જેમાં તે એક દમદાર અવતારમાં જોવા મળી રહ્યો છે.

વિકીએ ઈન્સ્ટાગ્રામ પર ‘સૈમ બહાદુર’માંથી પોતાનો લુક શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘સૈમ અહીં છે. હજુ એક મહિનો.’
‘સૈમ બહાદુર’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ટિકિટ બારી પર રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે ટક્કર આપશે.

‘સૈમ બહાદુર’માં સાન્યા મલ્હોત્રા માણેકશાની પત્ની સિલ્લુ માણેકશાની ભૂમિકામાં જોવા મળશે. ફાતિમા સના શેખ શ્રીમતી ઇન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે.

https://www.instagram.com/p/CzFw8G1IkEg/?utm_source=ig_embed&ig_rid=5164f339-e119-4215-b288-9c19003ddc70

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code