
બરફમાં મસ્તી કરતા શ્વાનનો વીડિયો વાયરલ
- બરફમાં મસ્તી કરતા શ્વાનનો વીડિયો વાયરલ
- વીડિયોને જોયા બાદ લોકોએ કરી શાનદાર કમેન્ટ્સ
- વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
જેમ માણસોને ફરવું અને મોજ કરવી ગમે છે તેમ શ્વાનને પણ મોજ કરવી ગમે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં શ્વાન રમતા અને મસ્તી કરતા જોવા મળે છે. લોકો આવા ફની વીડિયો પણ પસંદ કરે છે.જો કે, આજકાલ ઠંડીનું વાતાવરણ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં બરફની ચાદર પથરાયેલ છે અને લોકોને તે જગ્યાએ ફરવાનું ખૂબ ગમે છે.બરફીલા સ્થળોએ લોકો સામાન્ય રીતે સ્લાઇડ કરતા જોવા મળે છે, પરંતુ શું તમે કોઈ શ્વાનને આવું કરતા જોયા છે ? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,જેમાં શ્વાનને કોઈ મળતું નથી તો તે જાતે જ મસ્તી કરવા લાગે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વાન ક્યાંકથી પ્લાસ્ટિકની સ્લાઈડિંગ ‘સ્લેજ’ લાવે છે અને તેના પર આરામથી બેસે છે અને મોજ-મસ્તી સાથે ઊંચાઈએથી નીચે તરફ જાય છે. વીડિયોમાં તેની આજુબાજુ કે દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, તે માત્ર એકલા જ મસ્તી કરી રહ્યું છે.
Dog having his own fun.. 😊 pic.twitter.com/whQDvXHPOq
— Buitengebieden (@buitengebieden_) January 13, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘શ્વાન પોતે જ મજા કરી રહ્યું છે’. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.3 મિલિયન એટલે કે 13 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 66 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મને આ શ્વાન ગમે છે’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘કેટલો સ્માર્ટ dog !!’ તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘શ્વાન માત્ર મજા કરવા માંગે છે’. તેવી જ રીતે, અન્ય ઘણા યુઝર્સે રમુજી અને શાનદાર ટિપ્પણીઓ કરી છે અને શ્વાનના ખૂબ વખાણ કર્યા છે. જેમ નાના બાળકો પોતે ગમે ત્યાં, ગમે ત્યારે મસ્તી કરવામાં સામેલ થઈ જાય છે, આ શ્વાનને જોઈને એવું લાગે છે કે,તેને કોઈની જરૂર નથી, પરંતુ તે એકલા જ મસ્તી કરી શકે છે.