Homeગુજરાતીફિલ્મ અભિનેતા મિલિંદ સોમનના વર્કઆઉટ સેશનનો વીડિયો વાયરલ, એક મિનિટમાં કર્યા 40...

ફિલ્મ અભિનેતા મિલિંદ સોમનના વર્કઆઉટ સેશનનો વીડિયો વાયરલ, એક મિનિટમાં કર્યા 40 પુશઅપ્સ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા મિલિંદ સોમન પોતાની ફિટનેસને લઈને પ્રશંસકોમાં ચર્ચામાં રહે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વર્કઆઉટ સેશનના ફોટો-વીડિયો શેર કરે છે. દરમિયાન તેમણે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો અને ફોટો શેર કર્યાં છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં અભિનેતા પુશઅપ લગાવતા જોવા મળે છે.

વીડિયોમાં અભિનેતા 39 જેટલા પુશઅપ સતત લગાવતા જોવા મળે છે. ત્યાર બાદ તેઓ કેમેરાની સામે જોઈને હસ્યા બાદ એક પુશ-અપ કરીને 40 પુશઅપ પુરા કરે છે. વીડિયોની સાથે તેમણે એક શર્ટલેસ તસ્વીર પણ શેર કરી છે. જેમાં બાઈસેપ્સ અને જોરદાર એબ્સ ફ્લોન્ટ કરતા હોય તેવા પોઝમાં જોવા મળે છે.

અભિનેતાએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, બેસિક્સ વાતો ક્યારે ન ભૂલો, મારે માટે સમગ્ર દિવસમાં કસરત કરવાનો સમય નીકાળવો મુશ્કેલ છે. તેમ છતા કેટલીક મિનિટ સમય નીકાળુ છું. સમય, સ્પેસ, સાધન ના હોવાનું બહાનું ના હોય, પોતાની બોડી વેટને મુવ કરવુ ખુબ જરૂરી છે. માત્ર એક મિનિટમાં પુશઅપ્સની સંખ્યા વધારતા રહેવાનું, આ વર્કઆઉટ શરૂ કરવાનો સારો ટાર્ગેટ છે અને ખતમ કરવાનો સારો ગોલ છે.

આ પહેલા જ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે,  કોરોના મુક્ત થયા બાદ પહેલી વાર 10 કિમીની દોટ 62 મિનિટમાં પુરી કરી છે. આ પોસ્ટ શેર કરીને તેમણે દોડવાના થતા ફાયદા અને દોડવાની સારી રીત માટે સમજાવી હતી. તેમજ કહ્યું હતું કે, હું દોડ્યાં બાદ મારા ચહેરા ઉપર સનસ્ક્રિનનો ઉપયોગ કરતો નથી. જો તડતો વધારે થઈ ગયો હોય તો ચહેરા ઉપર થોડુ દહીં લગાવું છું. તેમજ તેને પાણીથી ધોવુ છે. જેથી ચહેરો એકદમ ચમકી ઉઠે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular